Ads

03 January School Quiz Bank Questions શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 @g3q.co.in


 03 જાન્યુઆરી 2024 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત ઈનામો રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

Gujarat Gyan Guru Quiz Questions Bank 03/01/2024

1. સાયબર સિક્યૉરિટીમાં એસ.ઓ.સી (SOC)નું પૂરું નામ શું છે?
Answer: સિક્યુરિટી ઑપરેશન્સ સેન્ટર

2. આઇ.એસ.આર (ISR)કયા વિભાગ હેઠળ સૉસાયટી તરીકે નોંધાયેલ છે ?
Answer: વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ

3. G20 એજ્યુકેશન સમિટ 2023નું પ્રાથમિક ધ્યેય શું છે ?
Answer: શિક્ષણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવો

4. મિલકત વેરો અને મકાન નિયમો ઉપરાંત, અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ઈ-સિટી વેબસાઈટ પર અન્ય કઈ માહિતી ઉપલબ્ધ છે ?
Answer: અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન બેલેન્સ શીટ

5. ગુજરાત સરકારની કઈ 'વંદે ગુજરાત ચેનલ' ધોરણ 10 ના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા માટે કાર્યક્રમો પ્રસારિત કરે છે ?
Answer: વંદે ગુજરાત 10

6. ભારતમાં MAA (Mothers Absolute Affection) પ્રોગ્રામ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો?
Answer: 2016

7. સરકારી દવાખાનામાંથી પ્રસૂતિ બાદ માતા અને નવજાત શિશુને ઘરે મુકવા માટે રાજ્યમાં હાલ ક્યું વાહન કાર્યરત છે ?
Answer: ખિલખિલાટ

8. માનવ શરીરમાં શાની માત્રા વધારે હોવાથી હ્રદય રોગનો હુમલો આવે છે ?
Answer: કૉલેસ્ટ્રોલ

9. અપૂરતા અથવા અસંતુલિત આહારનું વર્ણન કરવા માટે વપરાતો શબ્દ કયો છે જે પોષણની સ્થિતિ નબળી હોવાનો નિર્દેશ કરે છે ?
Answer: કુપોષણ

10. કોવિડ -19 રોગચાળા માટે ભારતમાં કઈ રસી આપવામાં આવે છે ?
Answer: કોવિશીલ્ડ

11. સરકારી આરોગ્ય વીમા યોજનાથી કયા લાભ થાય ?
Answer: બધા વિકલ્પો સાચા છે

12. ગુજરાતમાં માનનીય 'મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના' (CMSS) અંતર્ગત ધોરણ-10 પછી ડીપ્લોમાં સ્વનિર્ભર અભ્યાસક્રમ માટે કેટલા રૂપિયાની શિષ્યવૃત્તિ મંજૂર કરી શકાય છે ?
Answer: 50,000 અથવા 50% ટ્યુશન ફીની રકમ પૈકી જે ઓછું હોય તે

13. સુગમ્ય કેન શું છે ?
Answer: તે દૃષ્ટીહીન વ્યક્તિઓ માટે સહાયક સહાય છે

14. IFMS નું પૂર્ણ નામ શું છે ?
Answer: ઇન્ટીગ્રેટેડ ફાઈનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ

15. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૧૯ માં મુખ્ય મહેમાન કોણ હતા ?
Answer: ઉઝેબેકિસ્તાનના રાષ્ટ્રપતિ

16. સ્ટાર્ટઅપ ઈન્ડિયા હેઠળની પહેલો, નીચેનામાંથી કયા સરકારી વિભાગ/મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે છે ?
Answer: વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય

17. ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મુકાઈ છે ?
Answer: કિસાન સૂર્યોદય યોજના

18. સેન્ટ્રલ વૉટર કમિશન ક્યાં સ્થિત છે ?
Answer: ન્યુ દિલ્હી

19. ઉષ્મા ઊર્જા કયા પ્રકારની ઊર્જા છે?
Answer: ગતિ ઊર્જા

20. "હર ખેત કો પાની" યોજનાનું અમલીકરણ કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ?
Answer: પી. એમ. એસ. કે. વાય. (PMSKY)

21. 19મી એશિયન ગેમ્સ-2023 ના સમાપન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા ?
Answer: પી. આર. શ્રીજેશ

22. રોહન બોપન્ના અને રૂતુજા ભોસલે 19મી એશિયન ગેમ્સ-2023માં ટેનિસમાં કયો મેડલ જીત્યો ?
Answer: ગોલ્ડ

23. એશિયન પેરા ગેમ્સ-2023માં સિદ્ધાર્થ બાબુએ શૂટિંગમાં કયો મેડલ જીત્યો ?
Answer: ગોલ્ડ

24. ભૂગર્ભજળના સ્ત્રોતોની ગુણવત્તાની ચકાસણી અંતર્ગત વર્ષ 2023-24 દરમિયાન ગુજરાત રાજ્યના કયા જિલ્લાનો અભ્યાસ કરવામાં આવશે ?
Answer: બનાસકાંઠા

25. અંગ્રેજી ભાષામાં બકરીઓના સમૂહને શું કહેવાય છે ?
Answer: ટ્રિપ

26. અંગ્રેજી ભાષામાં ઑટર્સના સમૂહને શું કહેવામાં આવે છે ?
Answer: રાફ્ટ

27. આંતરરાષ્ટ્રીય ઉષ્ણકટિબંધીય ટિમ્બર ઑર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક કયા દેશમાં આવેલું છે ?
Answer: જાપાન

28. ક્લાયમેટ ચેન્જ અંગે નોંધપાત્ર કામગીરી બદલ નીચેના પૈકી કઈ કેટેગરીને પુરસ્કાર આપવામાં આવે છે ?
Answer: રિસર્ચ પ્રૉજેક્ટ

29. ગુજરાતમાં આવેલ ગાગા વન્યજીવન અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Answer: 1988

30. ગુજરાતમાં આવેલ પોરબંદર પક્ષી અભયારણ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
Answer: ઈ.સ. 1988

31. ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી કયું છે ?
Answer: હિમાલયન મૉનાલ

32. 'बापू की कुटिया में' के रचनाकार कौन है ?
Answer: रामवृक्ष बेनीपुरी

33. રાવણવધ પછી રામે લંકામાં કોનો રાજ્યાભિષેક કર્યો ?
Answer: વિભીષણ

34. સીતાએ વાલ્મીકિ આશ્રમમાં કયા પુત્રોને જન્મ આપ્યો ?
Answer: કુશ-લવ

35. જન્મેજયના પિતા કોણ હતા ?
Answer: પરીક્ષિત

36. અર્જૂનના રથના સારથિ કોણ હતાં ?
Answer: શ્રીકૃષ્ણ

37. ભરતની માતાનું નામ 'કૈકેયી' કેવી રીતે પડ્યું ?
Answer: કૈકેય દેશની રાજકુમારી હોવાને લીધે

38. કેપ્ટન લક્ષ્મી સહેગલનો જન્મ કયારે થયો હતો ?
Answer: 24-10-1914

39. ભારતના ભાગલા સમયની સ્ત્રીઓની અવદશાનો ઉકેલ લાવનાર કમળાબેન પટેલે તે સમયની ઘટનાઓને ક્યા પુસ્તકમાં લખી છે ?
Answer: 'મૂળ સોતા ઊખડેલાં'

40. બિપીનચંદ્ર પાલનું અવસાન કઈ સાલમાં થયું હતું ?
Answer: ઈ.સ.1932

41. અશફાક ઉલ્લાખાનનો જન્મ ક્યાં થયો હતો ?
Answer: શાહજહાંપુર

42. 'બિનજોખમી કામમાં હું હાથ નાખનારો નથી.જેને જોખમ ખેડવાં હોય તેની પડખે હું ઊભો રહીશ.'‌ આ વિધાન બારડોલી સત્યાગ્રહ વખતે કોણ બોલે છે ?
Answer: શ્રી વલ્લભભાઈ પટેલ

43. ગાંધીજીના આઝાદીના કયા આંદોલનમાં હડતાલ, બહિષ્કાર અને સવિનય કાનૂનભંગ એવા ત્રણ પ્રકાર જોવા મળે છે ?
Answer: અસહકાર આંદોલન

44. સ્વાતંત્ર્ય સેનાની રામપ્રિતસિંહનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ?
Answer: બિહાર

45. ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર ક્યાં ઊતર્યું ?
Answer: દક્ષિણ ધ્રુવ

46. 18મી G20 સમિટની મહેમાન યાદીમાં નીચેનામાંથી કયો દેશ છે?
Answer: બાંગ્લાદેશ

47. 18મી G20 સમિટ કલ્ચર વર્કિંગ ગ્રૂપે કેટલા ગ્લોબલ થિમેટિક વેબિનારની શ્રેણીનું આયોજન કર્યું હતું?
Answer: ચાર

48. આમાંથી કયો દેશ G20નો સભ્ય છે ?
Answer: યુનાઈટેડ સ્ટેટ્સ

49. G20 હેઠળ SELM ફોરમ શું છે ?
Answer: સ્પેસ ઈકોનોમી લીડર્સ મિટિંગ

50. G20 ચીફ સાયન્ટિફિક એડવાઈઝર રાઉન્ડ ટેબલ (CSAR)ની પ્રથમ બેઠક કયા રાજ્યમાં યોજાઈ હતી ?
Answer: ઉત્તરાખંડ

51. મીઠાના સત્યાગ્રહ માટે દાંડી કોણે સૂચવ્યું હતું ?
Answer: કલ્યાણજી મહેતા

52. કઈ યોજનાનો હેતુ સેટેલાઇટ ઇમેજીઝ દ્વારા એરિયલ ફૉટોગ્રાફસ મેળવી ડેટાબેઇઝનો ઉપયોગ જી.આઇ.એસ (GIS) સાથે કરવાનો છે ?
Answer: ઇ-નગર યોજના

53. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના મુજબ શહેરી ગીચ વિસ્તારોમાં કયો કાર્યક્રમ આયોજિત થયો છે ?
Answer: રેલ્વે ઓવરબ્રીજ/અંડરબ્રીજના બાંધકામ

54. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની શાળાઓ માટે વિશેષતા શું છે ?
Answer: નવી શાળાઓના મકાન બાંધકામ અને હયાત શાળાઓના મજબુતીકરણ

55. રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશનના ક્ષમતા નિર્માણ અને તાલીમ ઘટકનો પ્રાથમિક ઉદ્દેશ શો છે ?
Answer: શહેરી ગરીબોના કૌશલ્યમાં વધારો કરવો

56. ગુજરાત રાજ્યમાં 'જળસ્ત્રાવ વિકાસ કાર્યક્રમ' (IWMP) કેન્દ્ર સરકારની કઈ યોજના હેઠળ આવે છે ?
Answer: પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના

57. માટીના સૌરીકરણની પ્રક્રિયામાં માટીને આવરી લેવા કયા રંગના પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે?
Answer: પારદર્શક

58. વેપારી વાહનોમાં માલસામાન અને મુસાફરોના પરિવહનને અધિકૃત કરવા માટે આર.ટી.એ (RTAs)દ્વારા કયા પ્રકારની પરમિટ આપવામાં આવે છે?
Answer: રૂટ પરમિટ

59. ગુજરાત મેરીટાઇમ બોર્ડ સલામત અને કાર્યક્ષમ કામગીરી સુનિશ્ચિત કરવા માટે શાની નીતિઓ અને નિયમો બનાવે છે ?
Answer: મેરીટાઇમ પ્રવૃત્તિઓ

60. ભારતીય રેલવેના સંચાલન અને નિયમનની જવાબદારી કોણ સંભાળે છે ?
Answer: રેલવે મંત્રાલય

61. "સુભાષચન્દ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર" રૂપે ગુજરાત રાજ્યને વર્ષ ૨૦૨૨માં કેટલી રકમ આપવામાં આવેલ છે?
Answer: 51 લાખ

62. ગુજરાતનો ક્રમ ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ-2021 હેઠળ કયો છે ?
Answer: પ્રથમ

63. નીચેનામાંથી કઈ ભારતમાં આવકવેરા માટેની સર્વોચ્ચ વહીવટી સત્તા છે ?
Answer: સીબીડીટી (CBDT)

64. મુંબઈ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યું ?
Answer: 1950

65. રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ?
Answer: રાજ્યપાલ

66. રાજ્યની ઉચ્ચ અદાલતમાં ચાલતી કાર્યવાહીમાં હિન્દી અથવા રાજ્યની અન્ય કોઈ સત્તાવાર ભાષાના ઉપયોગને કોણ અધિકૃત કરી શકે છે ?
Answer: રાજ્યપાલ

67. ભારતની દક્ષિણ-પશ્ચિમમાં કયો દ્વીપ સમૂહ આવેલો છે ?
Answer: લક્ષદ્વીપ

68. કઠોળના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં કયું સ્થાન ધરાવે છે ?
Answer: પ્રથમ

69. દરેક ઉદ્યોગ અને સ્થાપનામાં કર્મચારીને ચૂકવવામાં આવનાર બોનસની ન્યૂનતમ ટકાવારી કેટલી છે ?
Answer: 8.33%

70. ભારતના રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ?
Answer: 35 વર્ષ

71. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોને નોમિનેટ કરી શકાય છે ?
Answer: બાર સભ્યો

72. બી.પી.આર.ડી (BRPD)ના સંદર્ભમાં એન.પી.એમ. (NMP)નું પૂરું નામ શું છે?
Answer: નેશનલ પોલીસ મિશન

73. કટોકટી દરમિયાન કયા અનુચ્છેદ હેઠળ, 'અનુચ્છેદ 19 હેઠળના અધિકારો' સસ્પેન્ડ કરવામાં આવે છે ?
Answer: અનુચ્છેદ 358

74. પારો એ કઈ સંજ્ઞા છે ?
Answer: દ્રવ્યવાચક

75. ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહારનું ઉપનામ જણાવો.
Answer: સુંદરમ્

76. ( : ) કૌંસમાં દર્શાવેલ વિરામચિહ્નને શું કહેવાય છે ?
Answer: ગુરુવિરામ

77. 'સુંદર' વિશેષણ માટેની સંજ્ઞા કઈ છે ?
Answer: સૌંદર્ય

78. ઉતારનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે ?
Answer: ચડાવ

79. પરમાણુમાં ન્યુક્લિયસની શોધ કોણે કરી?
Answer: ઈ રૂધરફોર્ડ

80. આપેલા વિકલ્પોમાંથી શું ગરમ થવા પર સૌથી વધુ વિસ્તરશે ?
Answer: એર

81. ગાંધીજી પર પ્રભાવ પાડનાર ચિંતક નીચેનામાંથી કોણ છે ?
Answer: રસ્કિન

82. મનુષ્યના જમણા અને ડાબા ફેફસામાં પટલની સંખ્યા અનુક્રમે કેટલી છે ?
Answer: 3 અને 2

83. 'મુન્નાર' ગિરિમથક કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: કેરળ

84. અખિલ ભારતીય ચરખા સંઘની સ્થાપના ક્યારે થઈ હતી ?
Answer: 1925

85. ફિફા બેસ્ટ મેન્સ પ્લેયરનો એવોર્ડ જીતનાર રોબર્ટ લેવાન્ડોસ્કી કયા દેશના છે?
Answer: પૉલેન્ડ

86. સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CLRI) ક્યાં આવેલી છે ?
Answer: ચેન્નાઈ

87. 'શિશુ સંરક્ષણ દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 7 નવેમ્બર

88. જૂન 2022 માં મિતાલી રાજને પાછળ છોડીને મહિલાઓ માટે ટી -20 આઈ ક્રિકેટમાં ભારતમાં સૌથી વધુ રન બનાવનાર કોણ બન્યું ?
Answer: હરમનપ્રીત કૌર

89. નીચેનામાંથી કોને રામાયણકાળમાં અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું ?
Answer: સીતામાતા

90. ગિન્ડી નેશનલ પાર્ક ક્યા રાજયમાં આવેલો છે ?
Answer: તમિલનાડુ

91. કયું અંગ થોરાસિક કેવીટીનો એક ભાગ છે ?
Answer: ફેફ્સાં અને હ્રદય

92. 'નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ 'નું વડુ મથક ક્યાં આવેલું છે?
Answer: આણંદ

93. પારસીઓનું મુખ્ય તીર્થધામ ઉદવાડા કયા તાલુકામાં આવેલું છે ?
Answer: પારડી

94. 'યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે' ક્યારે ઉજવવામાં આવે છે ?
Answer: 12 ડિસેમ્બર

95. કયા સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમે પ્રણાલીઓના સહકારી સ્વદેશી વિકાસ માટે એરપોર્ટ ઑથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે?
Answer: ભારત ઇલેકટ્રોનિક્સ લિમિટેડ

96. કમ્પ્યુટર સાથે સંબંધિત આઇબીએમ (IBM)નું સંપૂર્ણ સ્વરૂપ શું છે ?
Answer: ઈન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ

97. પીએમ સ્વનિધિ (PM SVANidhi) યોજના કયા પ્રકારની છે?
Answer: માઇક્રો ક્રેડિટ યોજના

98. વર્ષ 2021 દરમિયાન અફઘાનિસ્તાનમાંથી લોકોને બહાર કાઢવા માટે કયું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ?
Answer: ઓપરેશન દેવી શક્તિ

99. વર્ષ 2020માં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સની પ્રથમ આવૃત્તિ કયા રાજ્યમાં યોજાઈ હતી ?
Answer: ઓડિશા

100. એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતા 35 થાય તો તે સંખ્યા કઈ હશે ?
Answer: 8

101. એક તાર 50 મીટર લાંબો છે, તેના પાંચ - પાંચ મીટરના ટુકડા કરવા તે તાર કેટલીવાર કાપવો પડે ?
Answer: 9

102. A(–2, –5) અને B(2, 5) બિંદુઓને જોડતા રેખાખંડનું દ્વિભાજક કયું બિંદુ છે ?
Answer: (0, 0)

103. એક્સ-રેની શોધ કોના દ્વારા કરવામાં આવી છે ?
Answer: રોન્ટજેન

104. માનવની આંખ શેના જેવી છે ?
Answer: કૅમેરા

105. સામાન્ય દૃષ્ટિ ધરાવતી પુખ્ત વ્યકિત માટે સ્પષ્ટ દૃષ્ટિ અંતર આશરે કેટલું છે ?
Answer: 25 cm

106. નીચેનામાંથી કયું પ્રાણી ઉભયલિંગી નથી?
Answer: અળસીયુ

107. પરાગરજના એક છોડના પુષ્પ પરથી બીજા છોડના પુષ્પના પરાગાસન સુધી સ્થળાંતરણની પ્રક્રિયાને શું કહે છે?
Answer: પરપરાગનયન

108. ભક્તિ દ્વારા ઐક્ય સાધવાને કયો યોગ કહેવાય છે ?
Answer: ભક્તિયોગ

109. પોતાની જરૂરિયાત કરતાં વધારે કોઈ વસ્તુનો સંગ્રહ ન કરવાને શું કહેવામાં આવે છે?
Answer: અપરિગ્રહ

110. નીચેનામાંથી કયું માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ફાઈલ એક્સટેન્શન છે ?
Answer: .pptx

111. रहिमन पानी राखिए, बिन पानी सब सून -प्रसिद्ध पंक्ति किसकी है ?
Answer: रहीम

112. मेघसमं किं न अस्ति?
Answer: तोयम्

113. ‘उद्यानम्’ શબ્દનો અર્થ આપો.
Answer: બગીચો

114. ધાત્વિક ખનીજમાં શેનો સમાવેશ થાય છે?
Answer: લોખંડ

115. વર્ષ-2022માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ શું હતી ?
Answer: માનવતા માટે યોગ

116. 


ઇન્ડિયા ગેટ પરની નેતાજીની પ્રતિમાનું શું મહત્વ છે?
Answer: તે આધુનિક, મજબૂત ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.

117. 


નેતાજી સુભાષચંદ્ર બોઝ કોણ છે?
Answer: રાષ્ટ્રીય નાયક અને નેતા

118. 


ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પરિવર્તન સાથે શું સૂત્ર સંકળાયેલું છે?
Answer: શ્રમેવ જયતે

119. 


આઝાદી પછી ભારતીય કાયદાઓમાં થયેલા ફેરફારોનો હેતુ શું છે?
Answer: દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરાવવો

120. 


ભારતમાં ભૌતિક, ડિજિટલ અને ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે કેવા પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવી રહ્યું છે?
Answer: સાંસ્કૃતિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel