કરંટ અફેર્સ : ૫ ઓક્ટોબર ૨૦૨૬
કરંટ અફેર્સ : ૫ ઓક્ટોબર ૨૦૨૬
૧ . ૨૦મા એશિયન ગેમ્સ ૨૦૨૬ની એકંદર મેડલ ટેલીમાં ભારત કયા સ્થાને રહ્યું?
જવાબ: - ચોથા
૨ . ૨૦મા એશિયન ગેમ્સ ૨૦૨૬માં ભારતે કુલ કેટલા મેડલ જીત્યા?
જવાબ: - ૮૫ મેડલ (૨૧ સુવર્ણ, ૨૭ રજત, ૩૭ કાંસ્ય)
૩ . ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ગેમ્સના ફાઈનલમાં કયા દેશને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો?
જવાબ: - મલેશિયા
૪ . ચોથા ઇકો વોરિયર અવોર્ડ્સ અને ઇકો વોરિયર કોન્ક્લેવ ૨૦૨૬નું આયોજન ક્યાં કરવામાં આવ્યું?
જવાબ: - નવી દિલ્હી
૫ . ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે ૨૦મા એશિયન ગેમ્સના ફાઈનલમાં કઈ ટીમને હરાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો?
જવાબ: - પાકિસ્તાન
૬ . તાજેતરમાં કયા વૈધાનિક સંસ્થાએ ખાનગી ક્ષેત્રના પુરુષ કર્મચારીઓ માટે પણ ૩૬૫ દિવસની ચાઇલ્ડ કેર લીવ (CCL)ની ભલામણ કરી?
જવાબ: - રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)
૭ . તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે ભદોહી જિલ્લાનું નામ બદલીને શું રાખ્યું?
જવાબ: - સંત રવિદાસ નગર ભદોહી
૮ . એશિયન ગેમ્સ ૨૦૨૬ના સમાપન સમારોહ માટે ભારતની મહિલા ધ્વજવાહક તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા?
જવાબ: - નીરૂ ઢાંડા
૯ . પ્રોજેક્ટ GIB હેઠળ, પહેલીવાર કૃત્રિમ રીતે ઉછેરવામાં આવેલ લુપ્તપ્રાય ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (GIB)ને કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં સફળતાપૂર્વક ખુલ્લા જંગલમાં છોડવામાં આવ્યું?
જવાબ: - ડેઝર્ટ નેશનલ પાર્ક (જેસલમેર, રાજસ્થાન)
૧૦ . શિક્ષણ મંત્રાલયે દેશની કઈ ૫ નવી અને જૂની શાસ્ત્રીય ભાષાઓના અભ્યાસ અને સંશોધન માટે ઉત્કૃષ્ટતા કેન્દ્રો બનાવવાની મંજૂરી આપી?
જવાબ: - આસામી, બંગાળી, મરાઠી, પાલી અને પ્રાકૃત ભાષા
૧૧ . તાજેતરમાં જાહેર થયેલ સ્કાયટ્રેક્સ વર્લ્ડ એરલાઇન અવોર્ડ્સ ૨૦૨૬માં કઈ એરલાઇનને વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન જાહેર કરવામાં આવી?
જવાબ: - સિંગાપોર એરલાઇન્સ
૧૨ . શ્વેત ક્રાંતિ ૨.૦ હેઠળ, ભારતમાં કેટલી નવી સહકારી ડેરીઓની સ્થાપનાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે?
જવાબ: - ૭૫,૦૦૦
૧૩ . વર્ષ ૨૦૩૫ સુધીમાં બિન-અશ્મિભૂત ઇંધણ વીજ ઉત્પાદન ક્ષમતા માટે ભારતનું રાષ્ટ્રીય લક્ષ્ય શું છે?
જવાબ: - ૯૦૦ ગીગાવોટ
૧૪ . વાર્ષિક ઉદ્યોગ સર્વેક્ષણ (ASI) ૨૦૨૪-૨૫ મુજબ, કયા ભારતીય રાજ્યમાં પ્રતિ કામદાર સરેરાશ વાર્ષિક ફેક્ટરી વેતન સૌથી વધુ હતું?
જવાબ: - સિક્કિમ (₹૪.૦૬ લાખ પ્રતિ વર્ષ)
૧૫ . બિશ્કેક શિખર સંમેલનમાં રશિયન અને ચાઇનીઝની સાથે શંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની ત્રીજી સત્તાવાર ભાષા તરીકે કઈ ભાષા અપનાવવામાં આવી?
જવાબ: - અંગ્રેજી
