Ads

કોરોના અપડેટ 2022 | Corona updates 2022


CM Bhupendra Patel's high level meeting regarding the Omicron variant gave big orders.  Related Latest
New guideline gujarat coronaCorona updateહોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ ડીલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી.

- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતીની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી 

- રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણના હેતુસર મુખ્યમંત્રીએ રાત્રિ કરફયુ વધુ 17 નગરોમાં અમલ કરવા સહિતના કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. - હાલ આઠ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગર ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રિ કરફયુ અમલમાં છે

- મુખ્યમંત્રીએ આ ઉપરાંત કોરોના સંક્રમણનો વધુ પોઝિટીવીટી રેશિયો ધરાવતાં 17 નગરો સુરેન્દ્રનગર, ધ્રાંગ્રધ્રા, મોરબી, વાંકાનેર, ધોરાજી,ગોંડલ,જેતપુર,કાલાવડ, ગોધરા,વિજલપોર(નવસારી), નવસારી, બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરૂચ અને અંકલેશ્વરમાં પણ તારીખ 22 જાન્યુઆરી 2022થી  દરરોજ રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફયુનો અમલ કરાવવાનો નિર્ણય કર્યો છે. 

-  રાત્રિ કરફયુની હાલની જે સમયાવધિ તા.22-1-2022ના સવારે 6 વાગ્યે પૂર્ણ થાય છે તે વધુ 7 દિવસો માટે લંબાવીને તા ૨૯ જાન્યુઆરી  2022 સુધીની કરવામાં આવી છે. News:: Schools closed from March due to the Corona crisis could start from July 15. The Ministry of Human Resource Development is preparing guidelines for study in schools which may be released shortly. According to sources, only 33 percent or 50 percent of children will be allowed to come to school in a day. The state government and school management will decide how many children to call based on the resources available.
આજની CM બેઠક દરમ્યાન કોવિડ 19 અન્વયે લેવાયેલા નિર્ણયો.. Download
Maharashtra closeરાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે.ગઈકાલે 2022ના પહેલા જ દિવસે કોરોનાના 1000થી વધુ કેસ નોંધાયા હતા. ત્યારે આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 968 નવા કેસ નોંધાયા છે. આજે અમદાવાદ શહેર-જિલ્લામાં રાજ્યના સૌથી વધુ 404 નવા કેસ નોંધાયા છે. આજે વલસાડમાં કોરોનાના કારણે એકનું મોત નોંધાયું છે. જ્યારે 9 જિલ્લામાં આજે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. બીજીતરફ આજે ઓમિક્રોનનો પણ એકપણ કેસ નોંધાયો નથી. ઓમિક્રોનના અત્યાર સુધીમાં કુલ 136 કેસમાંથી 65 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

 


Covid-19: દેશના આ મોટા રાજ્યમાં સ્કૂલ-કૉલેજો અને વેપાર-ધંધા આવતીકાલથી બંધ કરવા મુખ્યમંત્રીનો આદેશ

પશ્ચિમ બંગાળમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઇને હવે નવો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કૉવિડ-19 પ્રૉટોકૉલને વધુ કડક કરતા આવતીકાલથી મોટાભાગના ધંધા રોજગાર અને શાળા કૉલેજોને બંધ કરવાનો કડક આદેશ આપ્યો છે. કોરોના મહામારીને ફરી એકવાર કાબુ કરવા માટે મમતા બેનર્જીએ નવી ગાઇડલાઇન જાહેર કરી છે.

પશ્ચિમ બંગાળમાં નવી ગાઇડ લાઇન પ્રમાણે, હવે આવતીકાલથી રાજ્યમાં સ્કૂલ-કૉલેજોને સંપૂર્ણપણે બંધ રાખવાનો આદેશ અપાયો છે. આ ઉપરાંત રાજ્યમાં ધંધા રોજગાર પર પણ પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, આવતીકાલથી રાજ્યમાં સ્પા, બ્યૂટી પાર્લર, ઝૂ, એન્ટરટેન્ટમેન્ટ પાર્ક વગેરેને બંધ કરવાનો આદેશ અપાયો છે, એટલુ જ નહીં ઓફિસોમાં પણ 50 ટકા સ્ટાફ સાથે કામ કરવા માટેની નવી ગાઇડલાઇન આપવામાં આવી છે. રાજ્યમાં માસ્ક અને સેનિટાઇઝર સાથે સોશ્યલ ડિસ્ટન્સને કડક કરી દેવામાં આવ્યુ છે.  

ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે, જેના કારણે મમતા બેનર્જીના રાજ્ય પશ્ચિમ બંગાળમાં કોરોનાએ ટેન્શન વધારી દીધુ છે. શનિવારે કોરોના સંક્રમિણના એકાએક 4,512 કેસો સામે આવતા લોકોમાં ગભરાટ પેસી ગયો છે, જે આગળના દિવસની સરખામણીમાં 1,061 કેસો વધુ છે. 

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકત્તામાં 2,398 કોરોના સંક્રમણના નવા કેસો સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળમાં શુક્રવારે 3,451 કેસો સામે આવ્યા હતા. જેમાં કોલકત્તામાંથી 1,954 કેસો હતા. મહામારીથી મરનારાઓમાં કોલકત્તા તથા ઉત્તર 24 પરગણામાંથી બે-બે લોકો છે. રાજ્યમાં સંક્રમણનો રેટ છેલ્લા દિવસોમાં 8.46 ટકાથી વધીને 12.02 ટકા થઇ ગયો છે. રાજ્યમાં સ્વાસ્થ્ય વિભાગના એક બુલેટીન અનુસાર, કોલકત્તા બાદ ઉત્તર 24 પરણાનામાંથી સર્વાધિક કેસો સામે આવ્યા છે, અને આ સંખ્યા 688 છે, જે છેલ્લા દિવસો કરતા 496 થી વધુ છે. સતત વધી રહેલા કેસોની વચ્ચે રિપોર્ટ છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી આને લઇને આજે લૉકડાઉન લાદવાની જાહેરાત કરી શકે છે, કે પછી અમૂક પ્રકારના પ્રતિબંધો પણ લાગી શકે છે. 

પશ્ચિમ બંગાળમાં કોરોના નવા વેરિએન્ટ ઓમિક્રૉનના બે વધુ કેસો સામે આવ્યા છે. જે પછી રાજ્યમાં આની કુલ સંખ્યા 16 થઇ ગઇ છે. સ્વાસ્થ્ય અધિકારીએ બતાવ્યુ કે એક સંક્રમિત ઓડિશાથી આવ્યો જ્યારે એક અન્ય વ્યક્તિ રાજ્યના ઉત્તર 24 પરગના જિલ્ના પેટ્રૉપૉલમાં ભારત બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સીમ પર ઓમિક્રૉનથી સંક્રમિત નીકળ્યો હતો.

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel