Ads

IPL ગુજરાત ટાઇટન ઈનામની રકમ


ગુજરાત ટાઈટન્સને કેટલી ઈનામી રકમ મળશે ? ગુજરાત ટાઈટન્સે પોતાની પહેલી સિઝનમાં IPLમાં ખીતાબ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવી દીધું છે.IPL 2022ની ફાઈનલ મેચ ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. સંજૂ સેમસને ટોસ જીતીને પહેલી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. લીગ સ્ટેજ પછી 24 મે મંગળવારથી પ્લેઓફ શરૂ થઈ રહી છે. આ સીઝનની ઈનામી રકમની ચર્ચા પણ તેજ થઈ ગઈ છે. જોકે આ વર્ષે વિજેતા ટીમ માટે ગત સીઝન જેટલી જ રકમ નક્કી કરવામાં આવી છે, પરંતુ રનર્સ અપ ટીમને 50 લાખનો ફાયદો થશે. આ સિવાય ઓરેન્જ કેપ, પર્પલ કેપ, ઇમર્જિંગ પ્લેયર, ડ્રીમ 11 ગેમ ચેન્જર, પાવર પ્લેયર, મોસ્ટ વેલ્યુએબલ સહિત ઘણાં વ્યક્તિગત ઈનામોની રકમમાં પણ 2 લાખ રૂપિયાનો વધારો થઈ શકે છે.

Ipl 2022



IPL ઈનામની રકમ બાબત ન્યુઝ રિપોર્ટ

IPL ઓરેન્જ કેપ : આ અવોર્ડ તે બેટરને આપવામાં આવે છે, જેણે સમગ્ર IPL સીઝનમાં સૌથી વધુ રન કર્યા હોય.

ફેર પ્લે અવોર્ડ (FAIR PLAY AWARD): આ અવોર્ડ એવી ટીમને આપવામાં આવે છે, જે આખી ટૂર્નામેન્ટમાં સારો લય જાળવી રાખ્યો હોય અને કોઈ ફાઉલ પ્લે ન કર્યું હોય.

સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન: સમગ્ર IPL ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સ્ટ્રાઈક રેટ ધરાવતા બેટરને આ અવોર્ડ આપવામાં આવે છે.

મોસ્ટ વેલ્યુએબલ પ્લેયરઃ આ અવોર્ડ તે ખેલાડીને આપવામાં આવે છે, જેણે સમગ્ર આઈપીએલ સીઝન દરમિયાન બેટિંગ અને બોલિંગ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું હોય.

IPL પર્પલ કેપઃ આ અવોર્ડનો વિજેતા તે બોલર છે, જેણે સમગ્ર IPL સીઝનમાં સૌથી વધુ વિકેટ લીધી હોય.

સૌથી વધુ છગ્ગા માર્યા હોય એનો અવોર્ડ (મોસ્ટ સિક્સેસ અવોર્ડ): આ અવોર્ડ એવા બેટરને આપવામાં આવે છે, જેણે સીઝન દરમિયાન સૌથી વધુ સિક્સર ફટકારી હોય.

સ્ટેજપ્રાઇઝ મની
(યુએસ ડૉલર)
રકમ રૂપિયામાં
ચેમ્પિયન્સ2.9 મિલિયન20 કરોડ
રનર અપ1.8 મિલિયન13 કરોડ
ત્રીજું સ્થાન1.3 મિલિયન6.5 કરોડ
ચોથું સ્થાન1.3 મિલિયન6.5 કરોડ

IPL 2022ના અન્ય અવૉર્ડ્સ

અવૉર્ડ્સપ્રાઇઝ મની (રૂ.)
પર્પલ કેપ વિજેતા15 લાખ
ઓરેન્જ કેપ વિજેતા15 લાખ
સીઝનનો સુપર સ્ટ્રાઇકર15 લાખ
ક્રેક ઇટ સક્સેસ ઓફ ધ સીઝન12 લાખ
પાવર પ્લેયર ઓફ ધ સીઝન12 લાખ
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન12 લાખ
ગેમ ચેન્જર ઓફ સીઝન12 લાખ
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન20 લાખ
Content Source : divyabhaskar

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel