Ads

31 December School Quiz Bank Questions શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2023 @g3q.co.in


 31 ડીસેમ્બર 2023 ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2024 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2024

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત ઈનામો રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

Gujarat Gyan Guru Quiz Questions Bank 31/12/2023

1 પઢના લિખના અભિયાન' યોજના ગુજરાત સરકાર દ્વારા કઈ તારીખે શરૂ કરવામાં આવી હતી ?

Answer: 11 ડિસેમ્બર, 2020

2. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તકોનું વિતરણ કરવા માટે 'અંગભૂત યોજના' હેઠળ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે વર્ષ 2023-24 માટે કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ?
Answer: રૂ.700/- લાખ

3. રસાયણશાસ્ત્ર માટે 2023નો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે ?
Answer: લુઇસ ઇ. બ્રુસ

4. આપણા સૌરમંડળનો કયો ગ્રહ તેના સુંદર વલયો માટે જાણીતો છે ?
Answer: શનિ

5. "જ્યારે આપણે કુટુંબમાં સ્ત્રીને સશક્ત કરીએ છીએ, ત્યારે આપણે સમગ્ર પરિવારને સશક્ત બનાવીએ છીએ. જ્યારે આપણે સ્ત્રીના શિક્ષણમાં મદદ કરીએ છીએ, ત્યારે આપણે ખાતરી કરીએ છીએ કે આખું કુટુંબ શિક્ષિત છે. " - આ વિધાન કોનું છે ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

6. ભારત સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર કેટલી વસ્તી હોય ત્યારે એક શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (U-PHC) મંજૂરી આપવામાં આવે છે ?
Answer: દર ૫૦ હજારની વસ્તીએ

7. RBSK પ્રોગ્રામમાં પ્રદર્શિત કરાયેલા ચાર Dsમાંથી કયું નથી ?
Answer: વિકલાંગતા (Disabilities)

8. રોગ નિયંત્રણમાં સંસર્ગ નિષેધ (ક્વોરૅન્ટીન) પગલાંનો હેતુ કયો છે ?
Answer: ચેપી રોગોને ફેલાતાં અટકાવવાનો

9. કોવિડ -19 થયેલ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય તેવા સંભવિત વ્યક્તિઓને ઓળખવામાં મદદ કરી શકે તેવી કઈ એપ્લિકેશન ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી ?
Answer: આરોગ્યસેતુ એપ

10. નીચેનામાંથી કયો બિનચેપી રોગ છે ?
Answer: કેન્સર

11. 30 વર્ષથી વધુ ઉંમર ધરાવતા લોકોને રોગોથી બચાવવા કઈ યોજના શરૂ કરવામાં આવી છે ?
Answer: નિરામય યોજના

12. કઈ સંસ્થા મહિલા અને બાળવિકાસ મંત્રાલય દ્વારા 'મિશન વાત્સલ્ય યોજના' હેઠળ 'બિનસંસ્થાકીય સંભાળ સેવાઓ'નો ભાગ નથી ?
Answer: ક્રિટિકલ કેર સંસ્થા

13. જનસેવા યજ્ઞ અનુષ્ઠાનનો નવમો દિવસ કયા પૂર્વ પટ્ટીના આદિવાસીઓના સર્વાંગી વિકાસને સમર્પિત કરવામાં આવ્યો છે ?
Answer: અંબાજીથી ઉમરગામ સુધીના

14. 1 જુન 2022 થી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનું વાર્ષિક વીમા પ્રીમિયમ કેટલું છે ?
Answer: રૂ. 20

15. પ્રધાનમંત્રી 'રોજગારસર્જન કાર્યક્રમ' હેઠળ, મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન)પ્રૉજેક્ટ માટે કેટલી લોન આપવામાં આવે છે ?
Answer: રૂ. 25 લાખ

16. ભારતનું સૌથી મોટું બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટર - 'ભામાશા ટેકનો હબ' કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: રાજસ્થાન

17. ગીરના જંગલમાં આવેલ કયો ડેમ વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ માટેની મુખ્ય જીવાદોરી છે ?
Answer: કમલેશ્વર ડેમ

18. આમાંથી કયું બિન-પરંપરાગત સંસાધનનું ઉદાહરણ નથી?
Answer: કોલસો

19. સારી ગુણવત્તાવાળા કોલસામાં કેટલા ટકા ઑક્સિજન હોવો જોઈએ ?
Answer: નીચું

20. નિમુ બઝગો રન-ઓફ-ધ-રિવર પાવર પ્રૉજેક્ટ કઈ નદી પર આવેલો છે ?
Answer: સિંધુ

21. એશિયન ગેમ્સનો પ્રારંભ કયા વર્ષથી કરવામાં આવ્યો હતો ?
Answer: ઈ. સ. 1951

22. 19મી એશિયન ગેમ્સ-2023 મેડલ વિજેતા અર્જુનસિંહ અને સુનિલસિંહ કઈ રમત સાથે સંકળાયેલા છે ?
Answer: કેનો સ્પ્રિન્ટ

23. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડીઓને કઈ યોજના હેઠળ પુરસ્કૃત કરવામાં આવે છે ?
Answer: શક્તિદૂત યોજના

24. કેન્દ્ર સરકારના કયા મંત્રાલય અંતર્ગત ઇન્દ્રોડા પાર્ક, ગાંધીનગર ખાતે નગરવનના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે ?
Answer: વન અને પર્યાવરણ વિભાગ

25. અંગ્રેજી ભાષામાં શિકારી શ્વાનોના સમૂહને શું કહેવાય છે ?
Answer: પેક

26. અંગ્રેજી ભાષામાં ટટ્ટુઓના સમૂહને શું કહેવામાં આવે છે ?
Answer: સ્ટ્રીંગ

27. અંગ્રેજી ભાષામાં વ્હેલના સમૂહને શું કહેવામાં આવે છે ?
Answer: સ્કૂલ

28. 'ધીમી ગતિથી વધતાં વૃક્ષોનું વાવેતર યોજના'નો લાભ કઈ કચેરીમાંથી મેળવી શકાય છે ?
Answer: પરિક્ષેત્ર વન અધિકારી, સામાજિક વનીકરણની કચેરીએથી

29. વન વિભાગની ખાસ અંગભૂત યોજના અંતર્ગત સ્વસહાય જૂથ મારફતે રોપ ઉછેર યોજનામાં ઉછેરવામાં આવતી નર્સરીની મજૂરી જે તે ગ્રુપને કોના દ્વારા ચૂકવવામાં આવે છે ?
Answer: વન વિભાગ

30. વન વિભાગનો નિયત નમૂનો પરિશિષ્ટ-6 કઈ યોજનાનો લાભ મેળવવા માટે છે ?
Answer: બાયોગેસ વિતરણ યોજના

31. દરિયાના પાણીને શુદ્ધ કરવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે ?
Answer: ભાવનગર

32. कौन सा तत्सम शब्द है ?
Answer: पुष्प

33. 'મહાભારત' અનુસાર પાંડવોને કેટલા વર્ષનો વનવાસ થયો હતો ?
Answer: 12

34. 'રામાયણ' મુજબ રામને કોના અવતાર માનવામાં આવે છે ?
Answer: વિષ્ણુ

35.

‘વૃકોદર’ તરીકે 'મહાભારત'નું કયું પાત્ર ઓળખાય છે ?


Answer: ભીમ

36. સમુદ્રમંથન કરવાથી જે અશ્વ નીકળ્યો હતો તેનું નામ શું હતું ?
Answer: ઉચ્ચૈ:શ્રવા

37. અમરાવતી કોની નગરીનું નામ હતું ?
Answer: ઇન્દ્ર

38. 'પંજાબ કેસરી'ના ઉપનામથી કોણ જાણીતું છે ?
Answer: લાલા લજપતરાય

39.

ગોળમેજી પરિષદમાં ભાગ લેવા પ્રયાણ વખતે ગાંધીજીને કેન્દ્રમાં રાખી લખાયેલ 'છેલ્લો કટોરો' કવિતાના કવિનું નામ શું છે ?


Answer: ઝવેરચંદ મેઘાણી

40. માયકલ ઓ'ડાયરના ખૂન પછી જેલમાંથી ઉધમસિંહે પોતાના કયા મિત્રને પત્રો લખ્યા હતા, જે પત્રોનો સંપુટ પ્રકાશિત થયો છે ?
Answer: શિવસિંહ જૌહલ

41. 'બિનજોખમી કામમાં હું હાથ નાંખનારો નથી.જેને જોખમ ખેડવાં હોય તેની પડખે હું ઊભો રહીશ.'‌ - આ વિધાન બારડોલી સત્યાગ્રહ વખતે કોણ બોલે છે ?
Answer: વલ્લભાઈ પટેલ

42. 'મેં મેરી ઝાંસી નહીં દૂંગી' આવો રણકાર કોણે કર્યો હતો ?
Answer: રાણી લક્ષ્મીબાઈ

43. 26 ઓક્ટોબર 1989 નાં રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા ક્યા સમાજ સુધારક મહિલાની ટપાલ ટિકીટ બહાર પાડવામાં આવી હતી?
Answer: પંડિતા રમાબાઈ રાનડે

44. સ્વાતંત્ર્યસેનાની શેરસિંહ શાહનો જન્મ કયા ગામમાં થયો હતો ?
Answer: નાલા

45. ચંદ્રયાન-3 કોની અધ્યક્ષતામાં લોન્ચ કરવામાં આવ્યું ?
Answer: એસ. સોમનાથ

46. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓના વાર્ષિક ગ્રુપ ઓફ 20 સમિટ દરમિયાન શિપિંગ અને રેલવે લિન્ક સહિત કયા પ્રૉજેક્ટની જાહેરાત કરી હતી ?
Answer: ભારત-મધ્ય પૂર્વ-યુરોપ કોરિડોર

47. 18મી G20 સમિટ દરમિયાન પ્રવાસન ક્ષેત્રે પ્રાધાન્યતા કેટલા ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી?
Answer: પાંચ

48. 2011ની G20માં ફ્રેન્ચ પ્રેસિડેન્સી હેઠળ કઈ ટાસ્ક ફોર્સની શરૂઆત કરવામાં આવી હતી?
Answer: એમ્પ્લોયમેન્ટ

49. G20 ઓસાકા સમિટનું આયોજન કયા દેશમાં થયું હતું ?
Answer: જાપાન

50. યુવાનોને તેમનો દૃષ્ટિકોણ (વિઝન) વ્યક્ત કરવા માટે સક્ષમ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પ્રથમ યુથ 20 (Y20) કોન્ફરન્સ ક્યારે યોજવામાં આવી હતી ?
Answer: ઈ. સ. 2010

51. મરાઠી સત્તાના સર્વપ્રથમ પેશ્વા કોણ હતા ?
Answer: બાલાજી વિશ્વનાથ

52. કઈ કંપનીનો હેતુ રેલ આધારિત જાહેર પરિવહનનું સંચાલન કરવાનો છે ?
Answer: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડ કંપની

53. GMRC કંપની લિમિટેડના પ્રૉજેક્ટને આગળ ધપાવવા ગાંધીનગર અને ગિફ્ટ સીટીને જોડતા બીજા તબક્કાના મેટ્રો રેલનું નિર્માણ કરવાનું કોના દ્વારા નક્કી કરવામાં આવેલ છે ?
Answer: ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર

54.

વર્ષ ૨૦૧૧ની વસ્તીગણતરીના આધારે 'રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના' હેઠળ કયા વંચિત લોકોને લાભ આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?


Answer: સામાજિક આર્થિક

55. 'રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન'ના અમલીકરણ માટે જવાબદાર મુખ્ય હિતધારકો (સ્ટેકહોલ્ડર્સ) કોણ છે ?
Answer: કેન્દ્ર અને રાજ્ય સરકાર સત્તાવાળાઓ

56. બંધારણમાં ગ્રામપંચાયતની સ્થાપના કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?
Answer: કલમ 40

57. રાષ્ટ્રીય કૃષિવિકાસ યોજનાને કયા નામથી ઓળખવામાં આવે છે ?
Answer: આર.કે.વી.વાય.

58. ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાનો આર.ટી.એ.નો પ્રાથમિક હેતુ કયો છે ?
Answer: માર્ગ સલામતીની ખાતરી કરવાનો

59. નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ ગુજરાત મેરિટાઇમ બોર્ડની જવાબદારીઓના દાયરામાં નથી ?
Answer: હૉસ્પિટલો અને આરોગ્યસંભાળ અને સુવિધાઓનું સંચાલન

60. 'ડિજી યાત્રા' પ્રવાસીઓને કેવા પ્રકારનો અનુભવ પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે ?
Answer: મુશ્કેલી અને સંપર્કરહિત યાત્રાનો અનુભવ કરાવવા

61. ગુજરાત રાજ્યની સ્થાનિક અને શાખા ડેપોની માંગ સંતોષવા માટે તમામ પ્રકારના સ્ટેમ્પનો પુરવઠો જાળવી રાખવો એ કોની કામગીરી છે ?
Answer: સ્ટેમ્પ કચેરી

62. વર્ષ -2022 ભારત સરકાર દ્વારા સંસ્થાકીય શ્રેણી હેઠળ રાષ્ટ્રીય કક્ષાનો પ્રતિષ્ઠિત 'સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર' ગુજરાત રાજ્યની કઈ સંસ્થાને વર્ષ :2022 માં એનાયત કરવામાં આવ્યો ?
Answer: ઇન્સ્ટીટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ

63. નીચેનામાંથી કઈ યોજનાનો હેતુ દેશમાં કન્યાઓના વિકાસ માટેનો છે ?
Answer: પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના

64. કોઈપણ કચેરીઓમાં ભ્રષ્ટાચાર અટકાવવાના અભિયાનને ગુજરાત સરકારની કઈ એજન્સી સુનિશ્ચિત કરે છે ?
Answer: એસીબી

65. કયા અધિનિયમ હેઠળ ગુજરાત સરકારે રાજપીપળા ખાતે આદિવાસી વસ્તી માટે ખાસ યુનિવર્સિટીની સ્થાપના કરી ?
Answer: બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી એક્ટ 2017

66. ભારતમાં સામાન્ય રીતે ત્રણ સંસદીય સત્રો હોય છે, બજેટ સત્ર, ચોમાસું સત્ર અને ત્રીજું કયું ?
Answer: શિયાળુ સત્ર

67. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો ?
Answer: 2005

68. ઇ-સાઇન અને ઇ-સીલ સોલ્યુશનના DSCનું આખું નામ શું છે ?
Answer: ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ (Digital Signature Certificate)

69. તાપી જિલ્લાની રચના કયા મુખ્યમંત્રીના નેતૃત્વમાં કરવામાં આવી હતી ?
Answer: શ્રી નરેન્દ્રભાઈ મોદી

70. ગુજરાત સરકાર દ્વારા ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની સ્થાપના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી ?
Answer: કચ્છ યુનિવર્સિટી અધિનિયમ, 2003

71. નોકરીમાં અનામતના હેતુથી પછાત તરીકે સૂચિત સમુદાયોને સૂચિમાં સમાવવા કે બાકાત રાખવાની બાબતને ભારત સરકારનું કયું કમિશન ધ્યાને લે છે ?
Answer: રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ

72. ભારતીય બંધારણના કયા સુધારાને 'લઘુ બંધારણ' તરીકે ઓળખવામાં આવે છે ?
Answer: 42મા સુધારા

73. CAA- 2019 હેઠળ કેટલા સમુદાયોને ભારતીય નાગરિકતા આપવા માટેની માન્યતા આપવામાં આવી છે ?
Answer: 6

74. તેઓનો — વિચાર — નવીન — છે. કયા ભાગમાં ભૂલ છે ?
Answer: તેઓનો

75. 'કવિ-શિરોમણિ'નું બિરુદ કયા મધ્યકાળના કવિને મળેલું છે ?
Answer: પ્રેમાનંદ

76. ગુજરાતી શબ્દકોશમાં 'ક' વર્ણ પછી કયો વર્ણ આવે છે ?
Answer: ક્ષ

77. આજે પ્રાર્થના ગાનાર વિદ્યાર્થિની આવવાની નથી. - આ વિધાનમાં કર્તૃવાચક વિશેષણ કયું છે ?
Answer: ગાનાર

78. લાભ + અલાભ - ની સંધિ શું થાય છે ?
Answer: લાભાલાભ

79. દૂધમાં કેટલું SNF હોય છે ?
Answer: 8.5 ટકા

80. 'અર્થશાસ્ત્ર એટલે અછતનું શાસ્ત્ર' - આ વ્યાખ્યા કોણે આપી છે ?
Answer: રોબિન્સસ

81. 'નવા રાજ્યોની રચના અને વિદ્યમાન રાજ્યોના વિસ્તારો, સીમાઓ અથવા નામોમાં ફેરફાર' બંધારણની કઈ કલમમાં આવે છે ?
Answer: કલમ-3

82. ન્યુક્લિયસની શોધ કોણે કરી ?
Answer: રોબર્ટ બ્રાઉન

83. ગુજરાતમાં આવેલી એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ કઈ છે ?
Answer: સિવિલ હોસ્પિટલ

84. ગૌતમ બુદ્ધના જીવન પર આધારિત 'બુદ્ધચરિત' રચના કોની છે ?
Answer: અશ્વઘોષ

85. 'ઇડન ગાર્ડન' ભારતના કયા રાજ્યમાં આવેલું છે ?
Answer: પશ્ચિમ બંગાળ

86. મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કોણ કરે છે ?
Answer: રાષ્ટ્રપતિ

87. વર્ષ 1982ના 30મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ'થી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા ?
Answer: એલ.વી. પ્રસાદ

88. 2022માં વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં 94 વર્ષીય ભગવાની દેવીએ ગોલ્ડ અને અન્ય બે મેડલ જીત્યા,આ ચેમ્પિયનશીપ કયા દેશમાં યોજાઈ હતી ?
Answer: ફિનલેન્ડ

89. અંગ્રેજી ભાષામાં એક જ ભાગમાં પ્રકાશિત થયેલી અત્યાર સુધીની સૌથી લાંબી ભારતીય નવલકથા કઈ છે ?
Answer: 'અ સ્યુટેબલ બોય'

90. મીરામાર બીચ કયા રાજ્યમાં આવેલો છે ?
Answer: ગોવા

91. 'કુસુમ વિલાસ મહેલ' ગુજરાતમાં ક્યાં આવેલો છે ?
Answer: છોટા ઉદેપુર

92. માનવશરીરનો સૌથી મોટો સ્નાયુ કયો છે ?
Answer: ગ્લુટિયસ મેક્સિમસ

93. ઇ.સ. 1953 થી 1958 ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ તરીકેની સેવાઓ ગુજરાતીના કયા સાહિત્યકારે આપી હતી?
Answer: કનૈયાલાલ મુનશી

94. 28મી જાન્યુઆરીના રોજ ભારતમાં કોની જયંતી ઉજવવામાં આવે છે ?
Answer: લાલા લજપતરાય

95. 'વિશ્વ દૂરસંચાર દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
Answer: 17 મે

96. મધ્યકાલીન ગુજરાતી કવિ પદ્મનાભે વીરરસનું કયું ઐતિહાસિક કાવ્ય રચ્યું છે ?
Answer: 'કાન્હડદે પ્રબંધ'

97. ભારત સરકાર દ્વારા યુક્રેનના પાડોશી દેશોમાં ફસાયેલા પોતાના નાગરિકોને બચાવવા માટે હાથ ધરવામાં આવેલું 'ઓપરેશન ગંગા' તરીકે ઓળખાતું મિશન કઈ સાલમાં હાથ ધરવામાં આવ્યું હતું ?
Answer: 2022

98. કેન્દ્ર સરકારની કઈ યોજના નાના કામદારો અને કારીગરોને નાણાકીય મદદ, તાલીમ, સુધારેલી પદ્ધતિઓ અને કૌશલ્ય માર્ગદર્શન પૂરું પાડે છે ?
Answer: પીએમ વિશ્વકર્મા યોજના

99. ભારતનું સૌપ્રથમ વડાપ્રધાન સંગ્રહાલય ક્યાં આવેલું છે ?
Answer: નવી દિલ્હી

100. જો 2550 રૂપિયા રમેશ અને ગીતા વચ્ચે એવી રીતે વહેંચવામાં આવે કે રમેશને ગીતા કરતાં બમણી રકમ મળે, તો ગીતાને કેટલી રકમ મળશે?
Answer: રૂ. 850

101. 1 મીટરના સેન્ટિમીટર કેટલા થાય ?
Answer: 100

102. ∆ ABC માં, B કાટખૂણો છે, BC = 5 cm, અને AC = 7 cm તો cos C નું મૂલ્ય કેટલું થશે ?
Answer: 5/7

103. ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જનની ઘટના કોના દ્વારા શોધી કાઢવામાં આવી હતી ?
Answer: હેનરિચ હર્ટ્ઝ

104. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોણે શોધ્યો?
Answer: ન્યૂટન

105. વાતાવરણીય વક્રીભવનને કારણે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યાસ્તથી લગભગ કેટલી મિનિટ પછી પણ દેખાય છે ?
Answer: 2 મિનિટ

106. નીચેના પૈકી શેમાંથી ફળોનું નિર્માણ થાય છે ?
Answer: બીજાશય / અંડાશય

107. લાઇકેનમાં આવેલા લીલના ઘટકને શું કહે છે ?
Answer: ફાઈકોબાયોન્ટ

108. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કયારે કરવામાં આવે છે ?
Answer: ૨૧ જૂન

109. પદ્માસન, ગોમુખાસન, સુખાસન અને વજ્રાસન કઈ રીતે કરવામાં આવે છે ?
Answer: બેસીને

110. કમ્પ્યુટરના સંદર્ભમાં જીઆઇએફનું પૂરું નામ શું છે ?
Answer: ગ્રાફિક્સ ઇન્ટરચેન્જ ફોર્મેટ

111. ‘ईदगाह’ कहानी का मुख्य पात्र कौन है ?
Answer: हामिद

112. बालः किं समाचरेत्?
Answer: स्वस्थवृत्तम्

113. કયા વેદને વિશ્વના પ્રથમ પુસ્તક તરીકે ગણવામાં આવે છે?
Answer: ઋગ્વેદ

114. અધાતુ ગણી શકાય એવી ખનીજોમાં શેનો સમાવેશ થાય છે ?
Answer: ગંધક

115. વર્ષ-૨૦૧૫માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ કઈ હતી ?
Answer: સુમેળ અને શાંતિ માટે યોગ

116. 


આઝાદી પછી સરદાર પટેલનું યોગદાન શું હતું?
Answer: એક ભારત શ્રેષ્ઠ ભારતનો પાયો નાખ્યો

117. 


દેશ આઝાદીના 'અમૃત કાલ'ની ઉજવણી કરે છે તેનું શું મહત્વ છે?
Answer: આ દેશ માટે ગર્વની વાત છે.

118. 


રમતગમતના ક્ષેત્રમાં દેશે તાજેતરમાં કઈ બે મોટી સિદ્ધિઓ મેળવી છે?
Answer: કોમનવેલ્થ ગેમ્સમાં ઐતિહાસિક પ્રદર્શન અને ચેસ ઓલિમ્પિયાડનું આયોજન

119. 


ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેવા બદલ પ્રધાનમંત્રીએ કોને અભિનંદન આપે છે?
Answer: ચેસ ઓલિમ્પિયાડમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ

120. 


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જણાવ્યા મુજબ, નીચેનામાંથી કઈ રમતમાં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે?
Answer: લૉન બાઉલ અને એથ્લેટિક્સ


Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel