IPL Live 2024 ગુજરાતીમાં આઇપીએલ લાઈવ મેચ જુઓ
આઇપીએલની 17મી સિઝન વધુ રોમાંચક અને મનોરંજક બનવાની છે. જેમાં મિની ઓક્શન દરમિયાન કેટલીય ટીમોમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે.
ભોજપુરીની સાથે સાથે પંજાબી અને ગુજરાતીમાં પણ મળશે આઇપીએલની મજા
આઇપીએલ 2024ની શરૂઆત આગામી 22 માર્ચથી થઇ રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી આઇપીએલ ઓક્શન 2024 નું આયોજન થયુ હતુ, આઇપીએલની 2024ની સિઝન માટે લગભગ તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી છે.
સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક આઇપીએલની ઓફિશિયલ બ્રૉડકાસ્ટર છે. જ્યારે લાઇવ સ્ટ્રીમિંગ પાર્ટનર બાયૉકમ18 છે. આ વખતે વાયકૉમ18 એ કંઇક અલગ કરવાનો ફેંસલો કર્યો છે. ખરેખરમાં વાયકૉમ18 પર આઇપીએલ 2024 ફેન્સ 11 ભાષાઓમાં જોઇ શકશે. આ ભાષાઓમાં ભોજપુરી, પંજાબી અને ગુજરાતી જેવી ભાષાઓ સામેલ છે. ઇન્ડિયન પ્રીમિયર લીગના પ્રસારણ ઇતિહાસમાં આ પહેલીવાર હશે જ્યારે આઇપીએલ મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ ભોજપુરી ભાષામાં ફેન્સ જોઇ શકશે.
લાઇવ સ્ટ્રીમિંગ પાર્ટનર વાયકૉમ18નો મોટો ફેંસલો -
આઇપીએલની મેચોને અત્યાર સુધી હિન્દી અને અંગ્રેજી સહિત છ ભાષાઓમાં બ્રૉડકાસ્ટ કરવામાં આવતી હતી, પરંતુ આઇપીએલ મેચોનું સ્ટ્રીમિંગનું એલાન કરીને બહુજ મોટો ફેંસલો કર્યો છે. ખરેખરમાં, આંકડા બતાવે છે કે, હિન્દી બાદ ભોજપુરી ભારતમાં બોલાનારી સૌથી મોટી ભાષા છે. ભોજપુરી ઉપરાંત પંજાબી અને ગુજરાતી જેવી ભાષાઓ સામેલ છે. સ્પૉર્ટ્સ18એ આ વર્ષે પહેલા જ જિઓ સિનેમા પર ફ્રી લાઇવ સ્ટ્રીમ કરવાની જાહેરાત કરી છે.
લાઇવ બ્રૉડકાસ્ટ અને સ્ટ્રીમિંગ માટે અલગ અલગ મીડિયા પાર્ટનર -
આ વર્ષે આઇપીએલમાં પહેલીવાર બનશે કે જ્યારે બે અલગ અલગ મીડિયા પાર્ટનર હશે. આઇપીએેલની લાઇવ મેચોનું પ્રસારણ સ્ટાર સ્પૉર્ટ્સ નેટવર્ક કરશે, વળી, મેચનું લાઇવ સ્ટ્રીમિંગ વાયકૉમ18 કરશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સ્ટ્રીમિંગ પાર્ટનર આ વર્ષે જાહેરખબર દાતાઓને લોભાવવા માટે અલગ અલગ રણનીતિ બનાવી રહી છે. જાહેરાત ઇન્પ્રેશન આધારિત ઇન્વેન્ટ્રીને વેચવાના બદલે વાયકૉમ18 પોતાની ઇન્વેન્સ્ટ્રીને ઠીક તે જ રીતે વેચવાની યોજના બનાવી રહી છે જેવી રીતે ટીવી પર વેચવામાં આવે છે.
ટીવી પર IPL 2024 લાઈવ કેવી રીતે જોઇ શકાશે
ટીવી રાઇટ્સ પેકેજ A હેઠળ વેચવામાં આવે છે, જે BCCI દ્વારા ભારતીય બ્રોડકાસ્ટર્સને ઓફર કરવામાં આવે છે. ગયા વર્ષે જૂનમાં વર્ષ 2023 થી 2027 માટે પ્રસારણ અધિકારોની હરાજી કરવામાં આવી હતી. સ્ટાર નેટવર્કે આગામી પાંચ વર્ષ માટે ભારતમાં ટીવી પ્રસારણ અધિકારો ખરીદવા માટે BCCIને રૂ. 23,575 કરોડ ચૂકવ્યા. પેકેજ A હેઠળ સ્ટાર નેટવર્ક વર્ષ 2023 અને 2024માં 74-74 મેચોનું પ્રસારણ કરશે જ્યારે 2025 અને 2026માં 84 મેચોનું પ્રસારણ કરવામાં આવશે. જ્યારે 2027માં તે 94 મેચોનું પ્રસારણ કરશે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક આઇપીએલ મેચોનું ટીવી પર લાઇવ પ્રસારણ કરશે.
આઇપીએલ 2024 મોબાઇલ-લેપટોપ પર મફત
ગયા વર્ષની જેમ આ વખતે પણ Disney + Hotstar IPL મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ કરશે નહીં. તેની જગ્યાએ Viacom 18 ને ભારતમાં લાઇવ સ્ટ્રીમ કરવાના અધિકારો મળ્યા છે. Viacom18 એ BCCI પાસેથી આ પ્રસારણ અધિકારો રૂ. 20,500 કરોડમાં ખરીદ્યા છે જ્યારે ગયા વર્ષની જેમ આ વખતે પણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક ભારતમાં ટીવી પર IPL મેચોનું લાઈવ પ્રસારણ કરશે.
આથી Jio સિનેમા એપ ભારતમાં યુઝર્સ માટે IPL 2024 ની મેચોનું લાઇવ સ્ટ્રીમ કરશે. માત્ર લાઇવ સ્ટ્રીમિંગ જિયોના સબ્સ્ક્રાઇબર્સ જ નહીં પરંતુ તમામ ટેલિકોમ પ્રદાતાઓના યુઝર્સ Jio સિનેમામાં લૉગ ઇન કરીને IPL 2024 મેચનો આનંદ માણી શકે છે. જિયો સિવાયના યુઝર્સે પણ લાઈવ મેચ જોવા માટે કોઈ વધારાની રકમ ખર્ચવાની જરૂર નથી. આ સિવાય યુઝર્સ Jio સિનેમા એપ દ્વારા ટીવી પર લાઈવ મેચ પણ જોઈ શકે છે, જ્યારે વેબસાઈટ દ્વારા લેપટોપ પર ફ્રીમાં લાઈવ મેચનો આનંદ લઈ શકાય છે.