ભારત Vs દક્ષિણ આફ્રિકા ફાઇનલ 2024 India Vs South Africa Final 2024
IND vs SA Final Live Score: ટી 20 ક્રિકેટમાં અત્યાર સુધી બંને ટીમ વચ્ચે 26 મેચ રમાઇ છે. જેમાં ભારત 14 મેચ જીત્યું છે અને દક્ષિણ આફ્રિકા 11 મેચ જીત્યું છે. એક મેચમાં અનિર્ણિત રહી છે.
India vs South Africa Live Score, ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ 2024, ભારત વિ. દક્ષિણ આફ્રિકા લાઇવ સ્કોર : ટી 20 વર્લ્ડ કપ 2024નો ફાઇનલ મુકાબલો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ 29 જૂનને શનિવારના રોજ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8.00 કલાકેથી બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં રમાશે. મેચમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ભારત વિ દક્ષિણ આફ્રિકા હેડ ટુ હેડ રેકોર્ડ્સ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી 20 ક્રિકેટમાં હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો ભારતનું પલડું સહેજ ભારે છે. ટી 20 ક્રિકેટમાં અત્યાર સુધી બંને ટીમ વચ્ચે 26 મેચ રમાઇ છે. જેમાં ભારત 14 મેચ જીત્યું છે અને દક્ષિણ આફ્રિકા 11 મેચ જીત્યું છે. એક મેચમાં અનિર્ણિત રહી છે. ટી 20 વર્લ્ડ કપની વાત કરવામાં આવે તો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 6 મેચો રમાઇ છે. જેમાં ચાર મેચમાં ભારતનો અને 2 મેચમાં દક્ષિણ આફ્રિકાનો વિજય થયો છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા સંભવિત પ્લેઇંગ ઇલેવન
ભારત : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, શિવમ દૂબે, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ.
દક્ષિણ આફ્રિકા : ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રીક્સ, એડન માર્કરામ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સેન, કેશવ મહારાજ, કાગિસો રબાડા, ઓટ્ટનીલ બાર્ટમેન, એનરિચ નોર્ટજે.
T20 World Cup: ભારત-દક્ષિણ આફ્રિકા ફાઈનલ પહેલા બાર્બાડોસમાં વરસાદ, મેચ ધોવાઈ જાય તો ટ્રોફી કોને મળશે? જાણો
ભારતીય ચાહકોને ફરી એક વાર વિશ્વ વિજેતા ટીમ બનવાની ખુશીઓ મનાવવાનો મોકો છે. એક દશક કરતા વધારે સમયથી ભારતીય ક્રિકેટ ચાહકો આ ઘડીની રાહ જોઈ રહ્યા છે. ત્યાં હવે વરસાદ તેમની ખુશીઓ આડે આવે એવી ચિંતા સતાવી રહી છે.
29 જૂન, એટલે કે શનિવારે પણ વરસાદની સંભાવના છે. શનિવારે 70 ટકા વરસાદની સંભાવના છે. આમ વરસાદ ફાઈનલ મેચમાં વિલન બની શકે એવી પૂરી શક્યતાઓ રહેલી છે. આવામાં મેચમાં ખલેલ પહોંચવાની સંભાવના વધારે છે. જોકે રવિવારે બાર્બાડોસમાં વરસાદની સંભાવના ઓછી હોવાનું સ્થાનિક હવામાન વિભાગે આગાહી કરી છે.
રવિવાર ફાઈનલ માટે રિઝર્વ ડે
સેમીફાઈનલમાં આઈસીસીએ એક રિઝર્વ ડે એક મેચ માટે ઉપલબ્ધ રાખ્યો હતો. જે પ્રથમ સેમીફાઈનલ મેચ માટે રાખ્યો હતો. એટલે કે, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની સેમીફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો હતો. જ્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો નહોતો. જોકે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં 240 મિનિટ એક્સ્ટ્રા રાખવામાં આવી હતી. એટલે કે 4 કલાક અને 10 મિનિટનો સમય વધારે આપવામાં આવ્યો હતો.
ફાઈનલ મેચ માટે આઈસીસીએ રવિવારને રિઝર્વ ડે જાહેર કરેલ છે. એટલે કે 30 જૂન ફાઈનલ માટે રિઝર્વ ડે જાહેર કર્યો છે. એટલે કે 29 જૂને વરસાદ વરસે અને મેચમાં વિઘ્ન સર્જાય તો, રવિવારે ફાઈનલ મેચ પૂર્ણ કરી શકાય. આમ શનિવારે મેચ સંપૂર્ણ થતી નથી તો, રવિવારે મેચ પૂર્ણ કરી શકાશે. બંને દિવસ માટે આઈસીસીએ 190 મિનિટનો વધારો સમય પણ રાખ્યો છે. જેથી પ્રયાસ એ રહેશે કે, શનિવારે જ મેચનું પરિણામ સામે આવી શકે.
મેચ સંપૂર્ણ ધોવાઈ જાય તો?
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ફાઈનલ મેચમાં બંને દિવસે વરસાદ વિલન બને અને સંપૂર્ણ મેચ વિલન બનીને ધોઈ નાંખે તો શું થઈ શકે. એટલે કે વરસાદના કારણે બંને દિવસે મેચનું પરિણામ સામે ના આવે અને મેચ રદ કરવી પડે એવી સ્થિતિમાં ટ્રોફી કોને હિસ્સે જઈ શકે.
આમ થવા પર આઈસીસી દ્વારા બંને ટીમોને સંયુક્ત વિજેતા ઘોષિત કરી શકે છે. આમ બંને ટી20 વિશ્વકપની ટ્રોફીને ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો વચ્ચે ઘોષિત કરવામાં આવી શકે છે.
ટી 20 વર્લ્ડ કપ ફાઇનલ 2024, ભારત વિ. દક્ષિણ આફ્રિકા લાઇવ