Ads

24 જુલાઈ શાળા ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in


24 જુલાઈ ના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 : ક્વિઝ રમી જીતો 25 કરોડના ઇનામો, રજીસ્ટ્રેશન કરો | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ સ્પર્ધા રજીસ્ટ્રેશન 2022 : ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે આ ક્વિઝમાં 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે.  પ્રથમ તબક્કામાં ઓનલાઈન ક્વિઝ તાલુકા-નગરપાલિકા/વોર્ડ સ્તરે, બીજા તબક્કામાં જિલ્લા-નગરપાલિકા સ્તરે અને ત્રીજા અને અંતિમ તબક્કામાં રાજ્ય સ્તરે ઑફલાઇન ક્વિઝ યોજાશે.હવે વિદ્યાર્થીઓને અને નાગરિકો લાભ લે અને ક્વિઝમાં ભાગ તે માટે Gujarat Gyan Guru Quiz Bank નમૂના મૂકેલા છે. આ પોસ્ટના માધ્યમ દ્વારા આજે તમામ માહિતી મેળવીશું.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022

પોસ્ટનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 24/07/2022
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ 
તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q ક્વિઝ રજીસ્ટ્રેશનઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://g3q.co.in/
17 જુલાઈ  અન્ય ક્ક્ષાના ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો 2022 @g3q.co.in

  • 1. ખેતીના સંબંધમાં APMC એટલે શું?
  • 2. ગુજરાત સરકારની સોઈલ હેલ્થ કાર્ડ યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
  • 3. ખેતી ઉત્પાદનનું સૌથી મહત્વ નું અંગ કયું છે ?
  • 4. પશુપાલન વિભાગનો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર શું છે?
  • 5. રેડિયો દૂધવાણી કઈ એફ એમ આવૃત્તિ પર આવે છે?
  • 6. નીચેનામાંથી કયું ઈકો-ફ્રેન્ડલી ઇંધણ છે?
  • 7. iCreate ની સ્થાપના ક્યારે થઈ?
  • 8. સંસ્કૃત ભાષાના વિશેષ અભ્યાસ માટે કઈ ખાસ યુનિવર્સિટી  સ્થાપવામાં આવી છે ?
  • 9. ગુજરાત સરકારે કોવિડ રોગચાળાના સમયગાળા દરમિયાન તમામ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવા માટે કયા સોફ્ટવેરનું લાઇસન્સ બહાર પાડ્યું છે
  • 10. આદિજાતિની કન્યાઓનુ શિક્ષણનુ સ્તર ઊચું આવે તે હેતુસર કઈ યોજના બનાવેલ છે?
  • 11. નીચેનામાંથી કયા કમિશને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને યુનિવર્સિટી શિક્ષણ માટે 10+2+3 અભ્યાસક્રમના માળખાની ભલામણ કરી હતી?
  • 12. ભારતીય વિદ્યા ભવનના સ્થાપક કોણ છે?
  • 13. ગુજરાતમાં MBBS કોર્સનો સમયગાળો કેટલો છે?
  • 14. AIIMSનું પૂરું નામ શું છે?
  • 15. AISHE ક્યા વર્ષમાં શરૂ થયું હતું?
  • 16. ભારતમાં વર્ષ 2014થી 2017 દરમિયાન રાજ્ય કક્ષાના કોલસા, ઊર્જા, નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી કોણ હતા?
  • 17. એટોમીક રિસર્ચ માટે ગુજરાત માં કઈ સંસ્થા કાર્યરત છે ?
  • 18. BHEL કોની માલિકી માં છે?
  • 19. પર્યાવરણીય સમસ્યાઓના રામબાણ ઇલાજ માટે કયો ઉર્જા સ્ત્રોત વાપરવો હિતાવહ છે?
  • 20. સમગ્ર ગુજરાત રાજ્યમાં ગેસ ગ્રીડ નેટવર્કનું વિસ્તરણ કોના દ્વારા થઈ રહ્યું છે?
  • 21. ફેમ ઇન્ડિયા સ્કીમની યોજના શેના માટે છે?
  • 22. એશિયાના સૌથી મોટા સોલાર પાર્ક ચારણકા સોલાર પાર્કનો શિલાન્યાસ કોના હસ્તે કરવામાં આવ્યો?
  • 23. જી.એસ.ટી. કાયદા મુજબ, જી.એસ.ટી. પ્રેક્ટિશનર તરીકે કોણ કાર્ય કરી શકે છે ?
  • 24. કનુભાઈ દેસાઈ વર્ષ 2022માં ગુજરાતના કયા મતવિસ્તારના ધારાસભ્ય છે ?
  • 25. ભારતીય આવકવેરા કાયદા હેઠળ કઈ આવકને મુક્તિ આપવામાં આવી છે ?
  • 26. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
  • 27. ગુજરાત રાજ્ય વિકલાંગ(દિવ્યાંગ ) નાણાં અને વિકાસ નિગમ કયા વિભાગ હસ્તગત કાર્યરત છે ?
  • 28. 'લક્ષિત જાહેર વિતરણ વ્‍યવસ્‍થા યોજના' હેઠળ ગરીબ કુટુંબોની શેની સલામતી ઉ૫ર વધુ ભાર મૂકવામાં આવેલ છે ?
  • 29. વર્ષ 2021-22 રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના કયા જન્મજયંતી વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું ?
  • 30. ઋગ્વેદ માં કેટલા સૂકતો છે ?
  • 31. 'કેળવે તે કેળવણી' એ પુસ્તકના લેખક કોણ છે ?
  • 32. કઈ યોજના હેઠળ સ્થળાંતરિત કામદારો/શ્રમિકોને દેશના અન્ય રાજ્યોમાં આવેલ વાજબી ભાવની દુકાનમાંથી તેમનું રાશન મેળવી શકે તેવી સવલતો પૂરી પાડવામાં આવે છે ?
  • 33. ગુજરાતી ભાષાના પ્રથમ સૉનેટ કવિનું માન કોને પ્રાપ્ત થયું છે ?
  • 34. ભારતીય શાસ્ત્રીય સંગીતનો તહેવાર (સપ્તક) સામાન્ય રીતે દર વર્ષે અમદાવાદમાં કયા મહિનામાં યોજવામાં આવે છે ?
  • 35. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં 'પ્રભાતિયાં' કયા કવિએ રચ્યા છે ?
  • 36. આઝાદી કા અમૃત મહોત્સવ આપણી સ્વતંત્રતાની કેટલાંમી વર્ષગાંઠ નિમિતે મનાવવા માં આવીરહ્યું છે ?
  • 37. ગુજરાત રાજ્યમાં 'રન ફોર યુનિટી' કાર્યક્રમ કયા દિવસે યોજવામાં આવે છે ?
  • 38. 'પાવક વન' પરક્યાં આવેલું છે ?
  • 39. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (આઇસીએફઆરઇ) દ્વારા વનીકરણ શિક્ષણ, સંશોધન અને વિસ્તરણના ક્ષેત્રોમાં મૂળ અને ઉત્કૃષ્ટ કામગીરી/ સંશોધન માટે ભારતીય નાગરિકોને વનીકરણમાં ઉત્કૃષ્ટતા માટે કયુ રાષ્ટ્રીય પુરસ્કારો આપવામાં આવે છે ?
  • 40. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • 41. ગુજરાતના દાહોદ જિલ્લામાં કયું અભયારણ્ય આવેલું છે ?
  • 42. થોળ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • 43. કચ્છ જિલ્લામાં મળી આવતા લુપ્ત પ્રાયઃ બનેલા વન્ય જીવ 'હેણોતરો' ની સંખ્યા કેટલી છે ?
  • 44. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે ?
  • 45. વિશ્વ પૃથ્વી દિવસ દર વર્ષે કઈ સંસ્થા દ્વારા ઉજવવામાં આવે છે ?
  • 46. ગુજરાતના કયા અણુવિજ્ઞાનીએ આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી હતી?
  • 47. એરોડાયનેમિક્સ શું છે?
  • 48. ચિલ્કા સરોવર ક્યાં આવેલું છે ?
  • 49. ગુજરાતમાં એ.આઈ.એમ.એસ.ની સ્થાપના ક્યાં થાય છે?
  • 50. 'સ્વચ્છ ભારત મિશન' હેઠળ સૂકા કચરા માટે કયા રંગનો ઉપયોગ થાય છે ?
  • 51. GERMIS નું પૂરું નામ શું છે ?
  • 52. NUHM નું પૂરું નામ શું છે ?
  • 53. નીચેનામાંથી કયો ચેપી રોગ છે (જે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં વિવિધ રીતે ફેલાય છે) ?
  • 54. કઈ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યભરના 30 વર્ષથી વધુ વય જૂથના રહેવાસીઓ દર શુક્રવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામુદાયિક કેન્દ્ર ખાતે વિનામૂલ્યે તપાસ માટે જઈ શકે છે ?
  • 55. વાળનો રંગ કાળો શાના લીધે છે ?
  • 56. આરોગ્ય સેતુ એપ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
  • 57. 'ફિટ ઈન્ડિયા ઝુંબેશ 2019'નો હેતુ શું છે ?
  • 58. 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' વિશે નીચેનામાંથી કયું નિવેદન યોગ્ય નથી?
  • 59. 'એસએએનએસ'નો ઉદ્દેશ શું છે (ન્યૂમોનિઆને સફળતાપૂર્વક બેઅસર કરવા માટે સામાજિક જાગૃતિ અને ક્રિયાઓ) ?
  • 60. D-SIR કયા સંદર્ભ માટે પ્રયોજાય છે?
  • 61. પ્રધાન મંત્રી મુદ્રા યોજના (પીએમએમવાય) હેઠળ, મુદ્રા લોન કોણ મેળવી શકે છે?
  • 62. નીચેનામાંથી કયા હેતુ માટે સ્ટાર્ટ અપ ઇન્ડિયા સીડ ફંડ સ્કીમ (SISFS), સ્ટાર્ટ અપ્સને નાણાકીય સહાય પૂરી પાડે છે?
  • 63. કયા શહેરને 'હીરાથી ચમકતું સિલ્ક શહેર' તરીકે ઓળખવામાં આવે છે?
  • 64. નીચેનામાંથી કઈ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની પેટા યોજના છે?
  • 65. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડું મથક ક્યાં આવેલ છે ?
  • 66. ગુજરાતના કયા વિસ્તારમાં કાષ્ઠકળાની વિવિધ ચીજોનો વ્યવસાય વિકસ્યો છે ?
  • 67. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડલા બંદરને કયું નવું નામ આપવાનું સૂચન કર્યું ?
  • 68. ગુજરાતમાં શ્રમયોગીના બાળકો માટે કઈ શૈક્ષણિક પુરસ્કાર યોજના છે?
  • 69. શ્રમયોગીને કાર્યસ્થળ પર અકસ્માત થાય તેવા કિસ્સાઓમાં સહાય માટે ગુજરાત સરકારની કઈ યોજના છે ?
  • 70. શ્રમયોગીને હોમ લોન આપવા માટે ગુજરાત સરકારની કઈ યોજના છે ?
  • 71. શ્રમિકોને વિનામૂલ્યે કાનૂની સેવા અને સલાહ માટે ગુજરાતમાં કયું મંડળ કાર્યરત છે ?
  • 72. સીવણ અને બ્યૂટીપાર્લરની લાભાર્થી બહેનોને ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત બ્યૂટીપાર્લર કીટ અને ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે ?
  • 73. ગુજરાત રાજ્યનાં માહિતી ખાતા દ્વારા રોજગારીની માહિતી આપતું ક્યું સાપ્તાહિક પ્રગટ કરવામાં આવે છે ?
  • 74. ગુજરાત સરકારના નવા શ્રમ કલ્યાણ કેન્દ્ર વિકાસ હેઠળ કઈ યોજનાઓ ઉપલબ્ધ છે ?
  • 75. ગુજરાત રાજ્યમાં મહિલાઓના વિશેષ ઉત્થાન માટે રોજગાર વિભાગ દ્વારા કયું પગલું ભરવામાં આવ્યું ?
  • 76. ભારત સરકારની SHREYAS યોજનાનું ઉદ્ધાટન કઈ જગ્યાએ કરવામાં આવ્યુ હતું ?
  • 77. 'શ્રમયોગી કલ્યાણ મેળો-2014' માં શરૂ કરાયેલ વિવિધ સુવિધાઓ પુરી પાડનાર પ્રથમ રાજ્ય કયું હતું ?
  • 78. કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે?
  • 79. ભારતીય સંસદના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે ?
  • 80. રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગમાં કુલ કેટલા સભ્યો હોય છે?
  • 81. ભારતના સૌપ્રથમ ફીલ્ડ માર્શલ કોણ હતા?
  • 82. કઈ નહેર દુનિયાની સૌથી મોટી પાકી સિંચાઈ નહેર છે ?
  • 83. ગુજરાતમાં 2021 સુધી પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવાના લક્ષ્ય સુધી પહોંચવા માટે સરદાર સરોવર પ્રોજેક્ટ હેઠળ કેટલી વસ્તી આવરી લેવામાં આવી છે?
  • 84. આંતરદેશીય જળ ગુણવત્તા મોનિટરિંગ નેટવર્ક કેટલા સ્તરીય કાર્યક્રમોમાં કાર્યરત છે?
  • 85. સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઈ છે ?
  • 86. 75000 હજાર કરતાં વધારે ગ્રામ પંચાયતો દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ કઈ યોજના હેઠળ પસાર કરાયો છે?
  • 87. ગુજરાતના ડિજિટલ સેવા સેતુની શરૂઆત કેન્દ્ર સરકારના કયા પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવી છે?
  • 88. ગુજરાતમાં સમરસ ગ્રામ પંચાયત યોજનાનો અમલ ક્યારથી કરવામાં આવ્યો હતો?
  • 89. કોવિડ -19 સમયગાળામાં લોકોને કઈ યોજનામાં 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો મનપસંદ કઠોળ ત્રણ મહિના માટે મફતમાં આપવામાં આવ્યા?
  • 90. કઈ યોજના અંતર્ગત અન્ય ગ્રામ પંચાયતોને તાલીમ આપવા માટે ઓળખાયેલ આદર્શ ગ્રામોને સ્થાનિક વિકાસના તાલીમ કેન્દ્રો તરીકે ઉછેરવામાં આવે છે?
  • 91. ગુજરાતમાં કયા પોર્ટલ અંતર્ગત વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળે છે?
  • 92. રાષ્ટ્રીય ગોકુલ મિશન કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે?
  • 93. ગુજરાતમાં રૂર્બન ડ્રેનેજ પ્રોજેક્ટ યોજના ક્યારથી અમલમાં આવી?
  • 94. ગુજરાતનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે?
  • 95. ગોલ્ડન બ્રિજ કઈ નદી પર આવેલો છે?
  • 96. ગુજરાતની કઇ વાહનવ્યવહાર સેવાને વર્લ્ડબેંકે વખાણી છે?
  • 97. નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે કયા વર્ષમાં કામ કરવાનું શરૂ કર્યું?
  • 98. 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ?
  • 99. 'રાષ્ટ્રીય પર્યટન દિવસ' કયારે ઉજવવામાં આવે છે ?
  • 100. ભારતમાં 'પ્રધાનમંત્રી આવાસ યોજના' ક્યારે શરૂ કરવામાં આવી હતી ?
  • 101. 'પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ' માટેના લાભાર્થી કોણ છે ?
  • 102. ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીની નવી ઇમારતનું ઉદઘાટન કોણે કર્યું ?
  • 103. ગુજરાતમાં 'મુખ્ય મંત્રી આવાસ યોજના' ના લાભાર્થીઓ કોણ નથી?
  • 104. IITE નું પૂરું નામ શું છે ?
  • 105. નવી દિલ્હીમાં ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદઘાટન કોણે કર્યું હતું?
  • 106. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય શું છે?
  • 107. વ્હાલી દીકરી યોજના હેઠળ મદદની રકમ કેટલી છે?
  • 108. ભારતમાં લોકસભાના સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા?
  • 109. ભારતના સૌપ્રથમ દલિત રાષ્ટ્રપતિ કોણ હતા?
  • 110. સૌપ્રથમ ઈંગલિશ ચેનલ પાર કરનાર ભારતીય કોણ હતા?
  • 111. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં તાજેતરમાં યોજાયેલ આદિજાતિ મહાસંમેલન ગુજરાતના કયા જિલ્લામાં યોજવામાં આવેલ હતું?
  • 112. કોરોનાના કપરાકાળને લીધે જે યુવાનો ઉંમરબાધને કારણે સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા માટે ગેરલાયક ઠરતા હતા તેવા વિદ્યાર્થીઓની વય મર્યાદામાં કેટલા વર્ષનો વધારો કરવાનો યુવાહિતલક્ષી નિર્ણય સરકારશ્રી દ્વારા લેવામાં આવ્યો છે?
  • 113. 'રાષ્ટ્રીય યુવા દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?
  • 114. મહિલાઓને ઝડપી ન્યાય અપાવવા માટે રાજ્ય સરકારે શેની રચના કરેલ છે ?
  • 115. સેટેલાઈટના માધ્યમથી વિવિધ વિષયો તેમજ સરકારી પ્રવૃત્તિ અને યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે ગુજરાતમાં કઇ યોજના અમલીકરણમાં છે ?
  • 116. 'મહિલા સ્વાવલંબન યોજના'ની પ્રક્રિયા કોના દ્વારા કરવામાં આવે છે ?
  • 117. આવક મર્યાદાના કારણે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળવાપાત્ર થતી ના હોય તેવી વધુ આવક ધરાવતી કન્યાઓને કઈ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ?
  • 118. કોઇપણ પ્રકારનાં વાહનની સુવિધા ન હોય તેવા ગામોમાં સગર્ભા માતાને સંસ્થા સુધી લઈ જવા માટે કઈ યોજના કાર્યરત છે ?
  • 119. મહિલાઓ શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે પ્રોત્સાહિત થાય તે હેતુથી કયા મહોત્સવની રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કરવામાં આવે છે ?
  • 120. નારી વિકાસને લગતી સર્વગ્રાહી 'નારી ગૌરવ નીતિ' અમલમાં મૂકનાર ભારતમાં પ્રથમ રાજ્ય કયું છે ?
  • 121. 'સુકન્યા સમૃદ્ધિ યોજના' કોના દ્વારા પ્રારંભ કરવામાં આવેલ છે ?
  • 122. ગુજરાતના પ્રથમ મહિલા ટ્રેડ યુનિયન લીડર કોણ છે ?
  • 123. યુરો જે કે શ્રેણીમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય ગુજરાતી મહિલા રેસર કોણ છે ?
  • 124. મહિલા જ્વેલિન થ્રો (ભાલા ફેંક)માં પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?
  • 125. ગુજરાતની પ્રથમ મહિલા અનુસ્નાતક કોણ છે ?

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel