માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પ્રવાસી શિક્ષકોની ભરતી થશે
સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક કાયમી સમસ્યા બની રહી છે. જે બાબત ચિંતાનો વિષય છે. જિલ્લામાં શિક્ષકોની ઘટ હોવા છતાં ગાંધીનગર શિક્ષણ વિભાગ દ્વારા કચ્છમાંથી અન્ય જિલ્લામાં જવા માટે ૧૫૯ જેટલા શિક્ષકોની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. જ્યારે કચ્છમાં માત્ર ત્રણ શિક્ષકોને મૂકવામાં આવ્યા છે.
સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ૫૦ ટકા કરતા ઓછું મહેકમ હશે તે શાળામાં બદલી પામેલા શિક્ષકને છૂટા કરવામાં નહીં આવે અને જે શાળામાં ૫૦ ટકા વધુ મહેકમ હશે તે શાળાના બદલી પામેલા શિક્ષકોને છૂટા કરીને જુલાઈ માસના પ્રથમ વીકમાં જ પ્રવાસી શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે.
દરમિયાન કેટલી શાળામાં ૫૦ ટકા કરતા ઓછું મહેકમ છે તેની માહિતી શાળાઓ પાસેથી મંગાવવામાં આવી છે.