Ads

વર્ગ - ૩ ની હંગામી જગ્યા કાયમી થશે


ગુજરાત સરકારના વિભાગો અને ખાતા વડાની કચેરીઓમાં વિવિધ સંવર્ગમાં મંજૂર નિયમિત પગારની હંગામી જગ્યાને કાયમી જગ્યામાં રૂપાંતરીત કરવા નાણા વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. મંગળવારે નાયબ સચિવ નિસર્ગ જોષીની સહી પ્રસિધ્ધ ઠરાવથી વર્ગ- ૩માં ડાયવર અને વર્ગ- ૪ સિવાયની તમામ હંગામી જગ્યાઓ કાયમી કરવાની માર્ગદર્શિકા જાહેર થઈ છે.





હાલમાં હંગામી જગ્યાને પ્રત્યેક વર્ષે અથવા તો સમયમર્યાદા પછી ચાલુ રાખવા માટે વિભાગોને નાણા વિભાગની મંજૂરી લેવી પડે છે. દરવર્ષે થતી આ પ્રક્રિયાને એક જ ઝાટકે દૂર કરવા થયેલા ઉક્ત ઠરાવમાં કહેવાયુ છે કે, જો હંગામી જગ્યા ત્રણ કે તેથી વર્ષથી અસ્તિત્વમાં હશે તો નાણા સલાહકારના પરામર્શમાં તેને જે તે સંવર્ગના કુલ મંજૂર થયેલા કેડર સ્ટૂથની મર્યાદામાં કાયમી જગ્યા તરીકે રૂપાંતરિત કરી શકાશે. 

ઉદાહરણ તરીકે કોઈ સંવર્ગની કેડર સ્ટ્રંથ ૨૫ હોય અને તે પૈકી ૧૫ જગ્યા કાયમી અને ૧૦ હંગામી છે. ૧૦ હંગામી પૈકી પાંચ ભરાયેલી છે તો એ પાંચેય જગ્યાને કાયમી કરી શકાશે. સરકારના આ નિર્ણયથી હંગામી જગ્યાઓ માટે નિયમિત ભરતી થતા આવનારા સમયમાં સરકારી નોકરીઓની તકોમાં વધારો થશે. અલબત્ત આ નિર્ણયથી વર્ગ-૪ની તમામ જગ્યાઓને બાકાત રાખવામાં આવી છે.

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel