Ads

ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, વાંચ્યા વગર બહાર ન નીકળતા, નહીં તો પસ્તાશો


ગુજરાતમાં છેલ્લા 22 કલાકમાં 85 તાલુકામાં વરસાદ પડ્યો છે. જામનગરના લાલપુરમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ પડ્યો. રાજ્યમાં સિઝનનો 85 ટકા વરસાદ નોંધાયો છે. આજે પણ ગુજરાતમાં કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત આગાહીકાર અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે જે મુજબ મેઘરાજા એકવાર ફરીથી ગુજરાતને બરાબર ઘમરોળવાની તૈયારીમાં છે. 

આજે ક્યાં છે વરસાદની આગાહી

આજે ડાંગ, વલસાડ, નવસારી, દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની હવામાનની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. 28 તારીખે પણ દક્ષિણ ગુજરાતના નવસારી , વલસાડ તેમજ દીવદમણ-દાદરાનગર હવેલીમાં આવી શકે ભારે વરસાદ. બંગાળની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી, પવનની ગતિ 40-50 કિમિ પ્રતિ કલાકની સંભાવના હોવાથી દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 85 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો છે. 


અંબાલાલ પટેલની પણ મોટી આગાહી
આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે જે આગાહી કરી છે, જો એવી સ્થિતિ ઉભી થઈ તો પથારી ફરી જશે. આગાહીકાર અંબાલાલ પટેલે આ વખતે આગાહી કરી છેકે, ફરી એકવાર ગુજરાતમાં બિપોરજોય જોવા ઘાટ ઘડાશે. ફરી એકવાર ગુજરાત પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ. જો આ આગાહી સાચી પડી તો ગુજરાતની હાલત ખરાબ થઈ શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છેકે, ગુજરાતમાં ભારે પવન સાથે અતિભારે વરસાદ પડી શકે છે. એટલું જ નહીં અંબાલાલે જણાવ્યું છેકે, ગુજરાતમાં 100 કિ.મી. ની રફતારથી સુસવાટા સાથે ભારે પવન ફૂંકાશે. પવનની સાથો-સાથ નદીઓમાં ઘોડાપુર આવશે. રાજ્યભરની મોટાભાગની નદીઓમાં આ સિસ્ટમની અસર જોવા મળશે. જો નદીઓમાં ભારે પુર આવ્યું તો ઘરોમાં પણ ઘુસી શકે છે નદીઓનું પાણી.


27 જુલાઈથી 5 ઓગસ્ટમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી-
વરસાદ અંગે આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે,ઓરિસ્સાના દરિયામાં ડીપ ડિપ્રેશન સર્જાશે, જેની અસર દેશનાં પશ્ચિમ ભાગમાં થશે. આજે દેશના જુદા જુદા વિસ્તારોમાં વરસાદ થશે. 27 અને 28 તારીખે પશ્ચિમ ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ભાગમાં ભારે વરસાદની અસર જોવા મળશે.

Iklan Atas Artikel

અમારા WhatsApp ગૃપપમાં જોડાઓ Join Now

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel