ખેડૂતો માટે ફાર્મર રજીસ્ટ્રી તારીખ લંબાવી Farmer Registry Card
Gujarat Farmer Registry: તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ફાર્મર રજીસ્ટ્રી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દેશના તમામ ખેડૂતોને 11 આંકડાનો એક યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે. અને આ યુનિક ફાર્મર આઈડી ના આધારે જ દેશના તમામ ખેડૂતોને સરકારની યોજનાઓનો લાભ મળશે. આ આઈડી ના આધારે જ ટેકાના ભાવે વેચાણની કામગીરી થઈ શકશે અને આ યુનિક આઈડી ના આધારે જ પાક ધિરાણ સહિતની જે કામગીરી છે તે ખેડૂતો કરી શકશે.
આધારકાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત
આધારકાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે અને તેમાં રજિસ્ટ્રેશન નહિ કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ નહિ મળે.
Gujarat Farmer Registry
ફાર્મર રજીસ્ટ્રેશન કરવા માટે આપણું જે આધાર કાર્ડ છે તેને આપણા જમીનના જે સાતબાર ના ઉતારા છે તેની સાથે સીંક્રોનાઇઝ કરવાનું છે. તાજેતરમાં આ કામગીરી ચાલી રહી છે. અને જે ખેડૂતોને પીએમ કિસાન નો લાભ મળે છે તેઓએ આ કામગીરી 25 નવેમ્બર 2024 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. જે ખેડૂતોને પીએમ કિસાન નો લાભ નથી મળતો તે કિસાનો એ 31 માર્ચ 2025 સુધી કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
Gujarat Farmer Registry પ્રોજેક્ટ શું છે?
Gujarat Farmer Registry :ખેડૂતોને લગતી માહિતીનું એક જ જગ્યાએ એકત્રીકરણ થાય અને આ પ્રોજેક્ટના આધારે કેન્દ્ર સરકાર ખેડૂતોને લગતી યોજનાઓ વિશે યોગ્ય નિર્ણય લઈ શકે એ હેતુ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. અને આ પ્રોજેક્ટ અંતર્ગત દેશના જે તમામ ખેડૂતો છે તેમના આધાર કાર્ડ ની સાથે એમના જમીનના દસ્તાવેજ ની ડીટેલ જોડવામાં આવી રહી છે એટલે કે સીંક્રોનાઇઝ કરવામાં આવી રહી છે.
આમ કામગીરી ગ્રામ પંચાયતના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ થઈ શકે છે અને જો ખેડૂતો ઈચ્છે તો તે પોતાના મોબાઈલ અથવા તેમની પાસે લેપટોપ હોય તો તેના દ્વારા કરી શકે છે. આના દ્વારા દરેક ખેડૂતને 11 આંકડાનો એક યુનિક આઇડેન્ટિટી નંબર આપવામાં આવશે, જે એક રીતે ખેડૂતોને ઓળખ સાબિત થશે.
Gujarat Farmer Registry પ્રોજેક્ટ નો ફાયદો:
આ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને એક અલગ યુનિક 11 આંકડાનો આઇડેન્ટિટી નંબર આપવામાં આવશે. એક રીતે આ આઈડી ખેડૂતોની ઓળખ તરીકે સાબિત થશે. ખેડૂતોએ કોઈપણ લાભ લેવો માટે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો અને બેંક ડોક્યુમેન્ટ ની ડિટેલ અલગથી આપવાની રહે છે, પરંતુ 11 આંકડા ના યુનિક આઈડી દ્વારા ખેડૂતની તમામ ડીટેલ વહીવટી તંત્રને મળી શકે છે. અને કોઈપણ યોજનાનો લાભ લેવા માટેની પ્રક્રિયા સરળ બનશે.
આ યોજનાનો મહત્વનો ઉદ્દેશ એ છે કે જે ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેઓએ આ પ્રક્રિયા 25 નવેમ્બર 2024 સુધી પૂર્ણ કરવાની છે કારણ કે-આવતા ડિસેમ્બર મહિનામાં જે પીએમ કિસાન યોજનાનો હપ્તો જાહેર થવાનો છે તેનો લાભ લઈ શકે.
આ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતનું એડ્રેસ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ ની ડિટેલ, બેંકની ડિટેલ અને જમીનની ડિટેલ તથા ખેડૂત ને કઈ કઈ યોજનાઓનો લાભ મળવા પાત્ર છે અને કઈ કઈ યોજનાઓનો લાભ લીધો છે તે તમામ ડિટેલ એક જ ઓળખ પત્ર દ્વારા સરકારના વહીવટ તંત્ર સુધી પહોંચી શકે છે.
Gujarat Farmer Registry કરવાની રીત:
- 1.ફાર્મર રજીસ્ટ્રી ખેડૂત પોતાના ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટર પાસે જઈને કરાવી શકે છે.
- 2. ખેડૂત પોતાના ફોન અથવા લેપટોપથી ફાર્મર રજીસ્ટ્રી માત્ર પાંચ મિનિટની પ્રોસેસ દ્વારા કરી શકે છે.
પ્રક્રિયા:
- ફાર્મર રજીસ્ટ્રી કરવા માટે ખેડૂતનું આધારકાર્ડ તેમના ફોન નંબર સાથે લિંક હોવું જરૂરી છે.
- ફાર્મર રજીસ્ટ્રી કરવા માટે સૌપ્રથમ google માં ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી સર્ચ કરવું.
- ત્યારબાદ Agri Stack વેબસાઈટ પર ક્લિક કરતા નવું પેજ ઓપન થશે.
- જેમાં ઓફિસિયલ અને ફાર્મર બે ઓપ્શનમાંથી ફાર્મર ઓપ્શન ટીક કરો.
- ત્યારબાદ ક્રિએટ ન્યુ એકાઉન્ટ પર ક્લિક કરો.
- ઓપન થયેલ પેજમાં આધાર કાર્ડ નંબર નાખો ત્યારબાદ સબમીટ બટન પર ક્લિક કરો. આધારકાર્ડ સાથે લીંક મોબાઈલ પર ઓટીપી આવશે. ઓટીપી દાખલ કર્યા બાદ વેરીફાઈ કરો.
- ઓપન થયેલ પેજને સ્ક્રોલ કરો અને મોબાઈલ નંબર એન્ટર કરો ફરી otpઆવશે તે દાખલ કરી વેરીફાઈ કરો.
- ત્યારબાદ પાસવર્ડ સેટ કરો. પાસવર્ડમાં સ્મોલ લેટર, બિગ લેટર, નંબર અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવું જરૂરી છે.
- હવે તમારું એકાઉન્ટ સક્સેસફૂલી ક્રિએટ થઈ ગયેલ છે.
- હવે ફરીથી ફર્સ્ટ પેજ પર આવી જશો.
- ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરી જે પાસવર્ડ રાખ્યો છે તે એન્ટર કરશો.
- ત્યારબાદ કેપચા કોડ દાખલ કરો અને લોગીન કરો.
- હવે તમારી આધારકાર્ડ સાથેની ડિટેલ ઓપન થશે. જમીનની ડિટેલ નાખવાની રહેશે.
- ઓક્યુપેશનમાં એગ્રીકલ્ચર સિલેક્ટ કરો.
- ત્યારબાદ ઉપર જશો ત્યાં તમારું નામ અને તમારા પિતાશ્રી નું નામ દાખલ કરવાનું રહેશે. તમારા વાલી નું નામ ઇંગલિશ અને ગુજરાતી બંને ભાષામાં લખવાનું રહેશે. નામ 50% થી વધુ મેચ થતું હોવું જોઈએ.
- હવે નીચે સ્ક્રોલ કરશો ત્યારે ફેચલેન્ડ ડિટેલ નો ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરવું.
- હવે નવો પેજ ખુલશે જેમાં તમારે તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરવાનું રહેશે.
- ત્યારબાદ સર્વે નંબર અને સબ સર્વે નંબર દાખલ કરવાનો રહેશે.
- સર્વે નંબર દાખલ કર્યા બાદ તમને તમારું નામ જોવા મળશે તેના પર ક્લિક કરવું.
- આમ તમારી પાસે જેટલા સર્વે નંબર હોય તે વારાફરતી દાખલ કરી પ્રોસેસ કરવી.
- પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ વેરીફાઇ લેન્ડ પર ક્લિક કરો.
- ત્યારબાદ લેન્ડ ઓનર પર ક્લિક કરી.
- ડિપાર્ટમેન્ટ એપ્રુવલ માં રેવન્યુ પર ક્લિક કરો.
- ત્યારબાદ માંગેલ પરમિશન સિલેક્ટ કરી સેવ બટન પર ક્લિક કરો.
- હવે ઇ સાઇન કરવાનુ રહેશે. જેમાં રજીસ્ટર મોબાઇલ પર એક ઓટીપી આવશે તે એન્ટર કરો.
- હવે તમારા મોબાઇલ પર યોર રજીસ્ટર હેસ બિન સક્સેસફુલ નો મેસેજ આવી જશે.
Gujarat Farmer Registry માટે મહત્વની લીંક:
ઓફિશિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમે પેજ માટે | અહી ક્લિક કરો |